તાલિબાની સજા / સગીરાને ભગાડવી યુવકને પડ્યું ભારે, મળી તાલિબાની સજા

તાલિબાની સજા, યુવકને માર મારી માથે મુંડન કરવામાં આવ્યું  છે. પકડાયેલા યુવાનને સગીરાના પરિવારે સજા આપી છે

Reporter Name: મહેશ પરમાર અરવલ્લી મંતવ્ય ન્યૂઝ

અરવલ્લી જિલ્લામાં સગીરાને ભગાડવી યુવકને ભારે પડી ગયું છે. માલુપુરના મેવાડ ગામમાં યુવક સગીરાને ભગાડી લઈ જતો હતો. તે જ સમયે ગામના લોકો યુવકને જોઈ લેતા યુવકને તાલિબાની સજા આપી છે.

યુવકનું ગામ વચ્ચે મુંડન

અરવલ્લી જિલ્લામાં આવેલા અંતરિયાળ વિસ્તારના  અવાર-નવાર વીડિયો વાયરલ થતા હોય છે.  ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે.  શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે યુવક સગીરાને લલચાવીને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો. જોકે, લોકોએ યુવકને સગીરા સાથે પકડી પાડ્યો હતો.  જેને લઈને ગ્રામજનોએ યુવકને તાલિબાની સજા આપી છે.

યુવકને માર મારી માથે મુંડન કરવામાં આવ્યું  છે. પકડાયેલા યુવાનને સગીરાના પરિવારે સજા આપી છે. યુવકનું મુંડન કરી લેખિતમાં સહી કરાવાઈ હતી. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અરવલ્લી જિલ્લામાં અવાર નવાર તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થતા રહે છે.  ત્યારે વીડિયો ઉપરથી લાગી રહ્યું છે કે પ્રજાને પોલીસ તંત્ર પર કોઈ વિશ્વાસ નથી. આવા વીડિયો વાયરલ થયા પછી પણ પોલીસ દ્વારા કેમ પગલાં લેવામાં આવતા નથી. આ અગાઉ પણ એક સપ્તાહમાં અરવલ્લી જિલ્લાં 4 છેડતીની ઘટના બની હતી. અવાર નવાર આવી ઘટના બનાતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થાય છે.

કોરોનામાં લૂંટાઈ કમાણી / કોરોનાના ઉપચારમાં થયા ખિસ્સા ખાલી, સારવારમાં પગાર કરતા અનેક ગણો ખર્ચ

હવામાન વિભાગ / દિલ્હી,યુપી, મહારાષ્ટ્ર સહિતના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment