અમદાવાદઃ અમદાવાદમાં બે દિવસમાં બે અકસ્માતમાં Accident death બેના મોત થયા છે. આમ ચોવીસ કલાકમાં બે અકસ્માતમાં બેના મોત થતાં બે પરિવાર નિસહાય બની ગયા છે. આ અકસ્માતમાં કોમન વસ્તુ હતી એસ.જી. હાઇવે. આમ એસ.જી. હાઇવે હવે અકસ્માતનું હબ બની ગયો છે. અમદાવાદમાં આજે થયેલા અકસ્માતમા એસ.જી. હાઇવે પર પકવાન બ્રિજથી ગાંધીનગરના રસ્તા પર કાર અકસ્માતમાં એકનું મોત થયું હતું અને ચારને ઇજા થઈ હતી.
આ કાર કોઈને અથડાઈ ન હતી, પણ વહેલી સવારે ડ્રાઇવિંગ કરતી વખતે પૂરઝડપે કાર ચલાવતા ચાલકે કાર પરથી અંકુશ ગુમાવ્યો હતો. તેના પગલે કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું અને ચારને ઇજા Accident death થઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેમા સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા અને 108 બોલાવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે તથ્યકાંડ પછી પણ તેની હકીકતને ભૂલીને પણ લોકો અકસ્માતનો Accident death ભોગ બનેલાને મદદ કરવા દોડી ગયા હતા. આ જ અમદાવાદની ખૂબી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે એસ જી હાઇવે પર સોલા બ્રિજ Accident death પર જ અકસ્માત સર્જાયો હતો. તેમા એક યુવકનું મોત થયું હતું. અંકિત પ્રજાપતિ નામનો યુવક સવારે આઠ વાગ્યે ઓફિસ જવા નીકળ્યો હતો. સોલા બ્રિજ પર ખાનગી કંપનીની બસના ચાલકે બાઇક સવાર અંકિતને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં અંકિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આમ એસજી હાઇવે હવે અકસ્માતનું હબ બની ગયો છે.
બીજી બાજુ બસ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસની ટુકડી તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ UPI-Preapprovedloan/ હવેથી પ્રી-એપ્રુવ્ડ લોન દ્વારા પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકાશે
આ પણ વાંચોઃ G20 Summit/ રાત્રિભોજનના આમંત્રણમાં ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’નો ઉપયોગ, કોંગ્રેસે લગાવ્યો ‘INDIA’ શબ્દ હટાવવાનો આરોપ
આ પણ વાંચોઃ વિવાદનો ક્યારે આવશે અંત?/ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ
આ પણ વાંચોઃ બિહાર/ પટના યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા નીતીશ કુમાર અને…
આ પણ વાંચોઃ Noise Pollution/ મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો તો મર્યા સમજજો
