Not Set/ બિહારમાં પોસ્ટર વોર શરૂ, RJD એ CM નીતીશ કુમાર પર પોસ્ટર મારફતે કર્યો પ્રહાર

રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીનું વાતાવરણ હોય છે ત્યારે નેતાઓનાં ભાષણો સતત સાંભળવા મળે છે. રાજકીય પક્ષોનાં નેતાઓ એકબીજા સામે ઉગ્ર હુમલાઓ પણ કરતા રહે છે. પરંતુ આ વખતે બિહારની પરિસ્થિતિ જુદી છે. આ વર્ષનાં અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક તીર વડે પોસ્ટર બોમ્બ ફોડવામા આવી રહ્યા છે. લગભગ […]

Top Stories India

રાજ્યોની અંદર જ્યારે ચૂંટણીનું વાતાવરણ હોય છે ત્યારે નેતાઓનાં ભાષણો સતત સાંભળવા મળે છે. રાજકીય પક્ષોનાં નેતાઓ એકબીજા સામે ઉગ્ર હુમલાઓ પણ કરતા રહે છે. પરંતુ આ વખતે બિહારની પરિસ્થિતિ જુદી છે. આ વર્ષનાં અંતમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક તીર વડે પોસ્ટર બોમ્બ ફોડવામા આવી રહ્યા છે. લગભગ દરરોજ, કેટલીક વાર સત્તાધારી જનતા દળ-યુનાઇટેડ વતી તો ક્યારેક રાજ્યની મુખ્ય વિરોધી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ વતી પોસ્ટર વોર ચાલ્યા કરે છે. ફરી એકવાર એક નવું પોસ્ટર જોવા મળ્યું છે, જે આરજેડી દ્વારા મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરુદ્ધ જાહેર કરાયું છે.

રાષ્ટ્રીય જનતા દળે પોસ્ટર દ્વારા નીતીશ સરકાર પર પ્રહારો કર્યા છે. આરજેડીએ પોસ્ટરમાં લખ્યું છે કે, ‘કામ નથી કર્યું, કામ નહી ગણાવીએ. 15 વર્ષોનો કાલ્પનિક ડર બતાવતો રહીશ. સરકારનાં ખર્ચ અંગે હું પ્રચાર કરતો રહીશ.’ પાર્ટીએ આગળ લખ્યું કે, ‘હું પ્રચારમાં જૂઠ ફેલાવીશ. હું બાળકોને લાઇનમાં લગાવીશ. હું પટણાને પાણીમાં લીન કરીશ. જેમને મૂછો અને તૌદ છે તેમને હું બચાવીશ. ગુનેગારોને આશ્રય આપીશ. હું માફિયાઓને ઘરે બોલાવીશ.’

શુક્રવારે આરજેડીનાં વડા લાલુ પ્રસાદ યાદવ પર એક પોસ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોસ્ટરમાં લખ્યું, ‘કુટુંબ-મોહનાં પ્રેમમાં, પહોચી ગયો હોટવોરમાં! જે ધરા પર નરસંહારોમાં લોહી પડ્યુ, તેમનો શાસક નકારા હતો. ‘પોસ્ટરમાં આગળ લખ્યુ, ‘ભ્રષ્ટ પોતાને આચાર કર્યુ, બીજાને સલાહ આપે છે. ક્યારે આ ન કર્યુ, ક્યારે તે ન કર્યુ. ક્યારેક ધર્મ તો ક્યારેક જાતિની દુહાઈ આપે છે. કુટુંબનાં નામ પર ભ્રષ્ટાચાર સંભળાય છે…’પોસ્ટરમાં નીચે લખ્યુ છે કે- ધંધે માતરમ્, ધંધે માતરસ્, માત્ર ધંધે માતરમ્. જોકે આ પોસ્ટર કોણે લગાવ્યું હતું, તે હજી જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.