Not Set/ આશા ભોંસલેને મળ્યો ‘મહારાષ્ટ્ર ભૂષણ’ એવોર્ડ, પ્રકાશ જાવડેકરે પાઠવી શુભેચ્છા

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને ‘પિયા તુ’, ‘ચૂરા લિય હૈ તુમને’ અને ‘કિતાબે બહુત સી પઢી હોગી’ જેવા લોકપ્રિય ગીતો ગાવા બદલ ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

Entertainment
A 278 આશા ભોંસલેને મળ્યો 'મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ, પ્રકાશ જાવડેકરે પાઠવી શુભેચ્છા

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેને ‘પિયા તુ’, ‘ચૂરા લિય હૈ તુમને’ અને ‘કિતાબે બહુત સી પઢી હોગી’ જેવા લોકપ્રિય ગીતો ગાવા બદલ ‘મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ ખુશીના પ્રસંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ આશા તાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા. આ અગાઉ સ્વર કોકિલા લતા મંગેશકરે પણ તેમની નાની બહેન આશાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રકાશ જાવેદકરે એક ટ્વિટમાં લખ્યું છે, “ભારતીય સંગીત ગાયિકા આશા તાઈ ભોંસલેને ‘મહારાષ્ટ્ર ભૂષણ’ એવોર્ડ 2020 માટે ઘણી અભિનંદન”. લોકો આ ટ્વીટને ખુબ જ લાઈક્સ કરી રહ્યા છે અને શેર કરી રહ્યાં છે. આશા ભોંસલેની આ સિદ્ધિથી દરેક જણ ખુશ છે. તેમના ચાહકો માટે, આ સુવર્ણ ક્ષણથી ઓછું નથી.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી, છાતીમાં દુખાવો ઉપડતાં આર્મી હોસ્પિટલમાં દાખલ

આશા ભોસલેના બહેન પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને વર્ષ 1997માં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશા ભોસલેએ કહ્યું ઉદ્ધવ ઠાકરેથી તેમને ખબર પડી કે વર્ષ 2020 પુરસ્કાર માટે તેમના નામને પસંદ કરવામાં આવ્યું છે. ગાયિકાએ કહ્યું હું આ પુરસ્કાર માટે મારુ નામ પસંદ કરવા પર તેમનો આભાર વ્યક્ત કરુ છું. મહારાષ્ટ્રના લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને ઘણા વર્ષોથી મને પોતાના પરિવારનો ભાગ માને છે.

આ પણ વાંચો :સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ નું ટ્રેલર રિલીઝ પહેલા જ થયું લીક, જુઓ વાયરલ વીડિયો

https://twitter.com/ashabhosle/status/1375109542057369606?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1375109542057369606%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.oneindia.com%2Fmovies%2Fbollywood%2Fasha-bhosle-will-receive-the-maharashtra-bhushan-award-she-celebrate-with-granddaughter-zanai-066485.html

આપને જણાવી દેઈ કે,દેશના જાણીતા ગાયિકા આશા ભોંસલેને મહારાષ્ટ્ર સરકારે સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે સરકાર તરફથી આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી કે આશા ભોંસલેને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2020થી સમ્માનિત કરવામાં આવશે. આ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી પુરસ્કાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણય પર આશા ભોંસલેએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે એક વીડિયો ટ્વિટ કર્યો હતો જેમાં તેમની પૌત્રી જનાઈએ આશા ભોંસલેનો એક નાનો ઈન્ટરવ્યુ લીધો હતો. જેમાં જનાઈ આશા ભોંસલેને પૂછે છે કે તમને મહારાષ્ટ્ર સરકારે ‘મહારાષ્ટ્ર ભૂષણ’ અવૉર્ડ આપવાનો નિર્ણય કર્યો છે, તમને કેવું લાગી રહ્યુ છે? આના જવાબમાં આશા ભોંસલે કહે છે કે તેમને ખૂબ જ સારુ લાગી રહ્યુ છે.

આ પણ વાંચો :મિલિંદ સોમન બન્યો કોરોનાનો શિકાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી

આશા ભોંસલેએ આ સમ્માન મળવા પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યુ છે, ‘મહારાષ્ટ્રના લોકોનો આભાર કે તેમણે મને રાજ્યનો સૌથી મોટો પુરસ્કાર ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. હું બધાનો આભાર માનુ છુ. જય હિંદ, જય મહારાષ્ટ્ર.’ આશા ભોંસલેએ પોતાની પૌત્રી જનાઈનો પણ આભાર માન્યો કારણકે વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે જનાઈએ પોતાની દાદી માટે કેક અને મિઠાઈની વ્યવસ્થા કરી હતી. આશા ભોંસલેએ કહ્યુ છે કે જનાઈ તમારો પણ આ પ્રેમ માટે ખૂબ-ખૂબ આભાર.