Bollywood/ પ્રારંભિક વલણોને લઈ પ્રકાશ રાજનું મોટું નિવેદન, કહ્યું – હવે મારો દેશ સારા..

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 ના પરિણામો આજે આવવાના છે. મત ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. બિહારની ચૂંટણી માટે મત ગણતરી 38 જિલ્લાના 55 મતગણતરી કેન્દ્રો પર થઈ રહી છે.

Entertainment
a 96 પ્રારંભિક વલણોને લઈ પ્રકાશ રાજનું મોટું નિવેદન, કહ્યું - હવે મારો દેશ સારા..

બિહાર વિધાનસભા ચૂંટણી 2020 ના પરિણામો આજે આવવાના છે. મત ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. બિહારની ચૂંટણી માટે મત ગણતરી 38 જિલ્લાના 55 મતગણતરી કેન્દ્રો પર થઈ રહી છે. આવી સ્થિતિમાં બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજની પ્રતિક્રિયા હવે બિહારની ચૂંટણી ઉપર સામે આવી છે. પ્રકાશ રાજ સતત તેમના ટ્વીટ્સને લઈને ચર્ચામાં રહે છે. તેઓ લોકોની વચ્ચે બેબાકી સાથે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.

આ વખતે પ્રકાશ રાજે બિહારની ચૂંટણીનાં પરિણામો ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે,’અમેરિકા મેં ‘અબકી બાર’ ખત્મ હો ગયા છે. આજ બિહાર હૈ. ઉમ્મીદ કરતા હૂં  કી મેરા દેશ અબ ઠીક હોના શુરૂ હો જાએગા.

પ્રકાશ રાજનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ અંગે લોકો તરફથી ખુબ જ  ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને લોકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક પ્રકાશ રાજ સાથે સંમત છે, તો કેટલાક લોકો પ્રકાશની ટીકા કરી રહ્યા છે.