પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની સાથે પ્રશાંત કિશોરનું ભવિષ્ય પણ દાવ પર હોવાનુ ખૂબ ચર્ચાઇ રહ્યુ હતું. પીકેએ દાવો કર્યો હતો કે, ભાજપ બંગાળની ચૂંટણીમાં ત્રણ-અંકો એટલે કે 100+ બેઠકો મેળવી શકશે નહીં, અને જો તેમ થાય તો તે ચૂંટણી વ્યૂહરચનાકારનું કામ બંધ કરી દેશે. આવી સ્થિતિમાં જ્યારે ભાજપ બે અંકોમાં જોવા મળી રહી છે ત્યારે પ્રશાંત કિશોરની પહેલી પ્રતિક્રિયા આવી છે.
પ.બંગાળ મત ગણતરી / બંગાળ જીતનાં નશામાં TMC નાં કાર્યકર્તાઓ તોફાન પર ઉતરી આવ્યા, BJP કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયત્ન
પ્રશાંત કિશોરે નમ્રતાભરી રીતે કહ્યું કે, તેમને આશરે 80 બેઠકો ભાજપ જીતશે તેવો અંદાજ પહેલા જ હતો. આ સાથે તેમણે ચૂંટણી પંચ પર તરફેણ કરવાનો આરોપ પણ લગાવ્યો. પ્રશાંત કિશોરે કહ્યું, ચૂંટણી પંચનાં પક્ષપાતને કારણે ભાજપ આવી સ્થિતિમાં આવી શક્યુ છે. જો પંચે નિષ્પક્ષતા સાથે કામ કર્યું હોત તો આ પણ બન્યું ન હોત. આયોગે તેમની સિસ્ટમ દ્વારા ભાજપને ટેકો આપવાનું કામ કર્યું હતું. આને કારણે ચૂંટણી મહત્તમ તબક્કામાં યોજાઇ હતી. આ ચૂંટણી 10 કે 15 દિવસમાં થઈ શકે તેમ હતી, પરંતુ બે મહિનાનો સમય લેવામાં આવ્યો.
Assembly Election / વિધાનસભાની ચૂંટણીઓને લઈ EC નો રાજ્યોને સખ્ત આદેશ, જીતનું જશ્ન રોકાવીને FIR દાખલ કરો
પ્રશાંત કિશોરે કહ્યું, ‘હું ખુશ છું કે રાજ્યમાં ધ્રુવીકરણનાં મુદ્દાઓ કામ કરી શક્યા નથી. તે સ્પષ્ટ છે કે ધ્રુવીકરણની મર્યાદા છે અને તે બતાવે છે કે ભાજપનાં છાવણીમાં કેટલા મતો જઈ શકે છે. તે સ્પષ્ટ છે કે તમે માત્ર ધ્રુવીકરણનાં આધારે જીતી શકતા નથી. પ્રશાંત કિશોરે કહ્યું કે, મમતા બેનર્જીને મુસ્લિમોને એકસાથે મતદાન કરવા અપીલ કરવા પર નોટિસ મળી હતી. જો આ સ્થિતિ છે, તો ભાજપનાં દરેક નેતાને નોટિસ મળવી જોઇતી હતી. દીદીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સાથે કામ કરવું મારા માટે આનંદની વાત છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ચૂંટણી પંચની આવી કાર્યવાહી સામે રાજકીય પક્ષોએ એક થવું જોઈએ.

