UPSC/ UPSCના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદાનની કરાઈ નિમણૂંક

UPSCના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદાનની નિમણૂંક કરવામાં આવી છે. પ્રીતિ સુદાન 1983 બેચના IAS અઘિકારી અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ છે.

Top Stories India Breaking News

UPSCના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદાનની નિમણૂંક કરવામાં આવી છે. પ્રીતિ સુદાન 1983 બેચના IAS અઘિકારી અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ છે. આવતીકાલ એટલે કે 1 ઓગસ્ટથી પ્રીતિ સુદાન UPSCના નવા અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળશે. UPSCના અધ્યક્ષ તરીકે મનોજ સોનીનો એક મહિના પહેલાં જ કાર્યકાળ પૂરો થયો હતો. મનોજ સોનીએ રાજીનામું આપ્યા બાદ હવે પ્રીતિ સુદાન UPSCના નવા અધ્યક્ષ પદે નિમાયા.

મનોજ સોનીએ આ મહિનાના આરંભમાં જ UPSCના અધ્યક્ષ પદેથી વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું. પ્રીતિ સુદાન મનોજ સોનીનું સ્થાન લેશે. પ્રીતિ સુદાન આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના IAS અધિકારી છે. તેમણે 2022થી UPSC સભ્ય તરીકેની કામગીરી છે. સરકારી વહીવટના મોટાભાગના ક્ષેત્રેોમાં તેમનો 37 વર્ષ જેટલો બહોળો અનુભવ છે. આરોગ્ય સચિવ તરીકે તેમણે કોરોના સમયમાં મહત્વની કામગીરી કરી. સુદાન ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના પણ સચિવ રહી ચૂકયા છે. તેમજ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામગીરી કરે છે. બેટી બચાવો બેટી પઢાવો અને આયુષ્માન ભારતની શરૂઆત, ઈ-સિગારેટ પર પ્રતિબંધ અને નેશનલ મેડિકલ કમિશન પર કાયદો બનાવવા વગેરે જેવા વિવિધ રાષ્ટ્રીય સ્તરના કાર્યોમાં પ્રીતિ સુદાને શ્રેષ્ઠ કામગીરી કરી.

મનોજ સોનીએ વિવાદને પગલે આપ્યું રાજીનામું

મનોજ સોનીએ UPSC નિમણૂક પહેલાં વાઇસ ચાન્સેલર તરીકે ત્રણ ટર્મ સેવા આપી હતી. તેમણે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), ગુજરાતમાં 2009 થી 2015 સુધી સતત ટર્મ અને બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માં 2005 થી 2008 સુધી ટર્મ સંભાળી.
સોનીનું રાજીનામું વિવાદો વચ્ચે આવ્યું હતું, ખાસ કરીને પ્રોબેશનરી IAS અધિકારી પૂજા ખેડકરની પસંદગી અંગે, જેણે સત્તા અને વિશેષાધિકારોના દુરુપયોગના આક્ષેપો અને વિવિધ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રમાણપત્રોની અધિકૃતતા અંગે ચર્ચાઓ વેગ આપ્યો હતો. પૂજા ખેડકરનો કેસ ચાલુ છે, દિલ્હી કોર્ટમાં બુધવારે તેમની આગોતરા જામીન અરજી પર સુનાવણી કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સસંદમાં આજે ચોમાસુ સત્રના છઠ્ઠો દિવસ, બજેટ, NEET અને અગ્નિવીર મુદ્દે થઈ શકે હંગામો

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન મામલે થશે સુનાવણી

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું