Not Set/ ન્યૂઝીલેન્ડ ક્રિકટ ટીમની સમલૈંગિક ક્રિકેટર થઇ સગર્ભા, જાણો શું કહે છે

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમની મહિલા કેપ્ટન એમી સૈટરથવેટ પ્રેગનન્ટ છે. 2014 માં સગાઇ કર્યા પછી, માર્ચ 2017 માં, તેણે મહિલા ક્રિકેટ લી તાહુહૂ સાથે સમલૈગિંક લગ્ન કર્યા હતા. તેની ગર્ભાવસ્થાની ઘોષણા કરતા તેણે કહ્યું છે કે, તે જાન્યુઆરી 2020 માં બાળકની અપેક્ષા રાખે છે. એમી સૈટરથવેટ અને લી તાહુહૂ થોડા દિવસોથી ક્રિકેટમાંથી વિરામ લેવાની ઇચ્છા રાખે […]

Uncategorized
branchlea ન્યૂઝીલેન્ડ ક્રિકટ ટીમની સમલૈંગિક ક્રિકેટર થઇ સગર્ભા, જાણો શું કહે છે

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમની મહિલા કેપ્ટન એમી સૈટરથવેટ પ્રેગનન્ટ છે. 2014 માં સગાઇ કર્યા પછી, માર્ચ 2017 માં, તેણે મહિલા ક્રિકેટ લી તાહુહૂ સાથે સમલૈગિંક લગ્ન કર્યા હતા. તેની ગર્ભાવસ્થાની ઘોષણા કરતા તેણે કહ્યું છે કે, તે જાન્યુઆરી 2020 માં બાળકની અપેક્ષા રાખે છે. એમી સૈટરથવેટ અને લી તાહુહૂ થોડા દિવસોથી ક્રિકેટમાંથી વિરામ લેવાની ઇચ્છા રાખે છે.

amy satterthwaite ન્યૂઝીલેન્ડ ક્રિકટ ટીમની સમલૈંગિક ક્રિકેટર થઇ સગર્ભા, જાણો શું કહે છે

2021 માં, એમી સૈટરથવેટ ન્યૂઝીલેન્ડમાં યોજાનારી મહિલા ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સગર્ભા ખેલાડીઓ માટે પ્રેગ્નન્સી લાઇવ પોલિસી રજૂ કરી છે અને તેનો લાભ મેળવનારી તે પ્રથમ ખેલાડી હશે. બોર્ડની નવી સગર્ભાવસ્થા રજા નીતિને કારણે તેણી પોતાનો કરાર અથવા મહેનતાણુ ગુમાવશે નહી.

108374829 satterthaiteandleatahuhu ન્યૂઝીલેન્ડ ક્રિકટ ટીમની સમલૈંગિક ક્રિકેટર થઇ સગર્ભા, જાણો શું કહે છે

એક નિવેદનમાં સૈટરથવેટે જણાવ્યું હતું કે, તે આગામી વર્ષનાં જાન્યુઆરીમાં પત્ની અને ટીમનાં સાથી લે તાહૂની સાથે તેના પહેલા સંતાનની આશા રાખે છે. સૈટરથવેટે જણાવ્યું હતું કે, તેણી 2021 માં વર્લ્ડ કપ માટે ટીમમાં પાછા ફરવાની આશા રાખે છે, જેનું આયોજન ન્યૂઝીલેન્ડ કરશે. જોકે, તે વિરામ દરમિયાન ટીમ માટે ‘માર્ગદર્શક’ રહેશે.

125866 xljiukikto 1566293547 ન્યૂઝીલેન્ડ ક્રિકટ ટીમની સમલૈંગિક ક્રિકેટર થઇ સગર્ભા, જાણો શું કહે છે

તેણે કહ્યું કે ‘લી અને મને આ સમાચાર શેર કરવામાં ઘણી ખુશી થઇ રહી છે કે હુ નવા વર્ષની શરૂઆતમાં પોતાના પ્રથમ બાળકની આશા રાખી રહી છુ. આ અમારા જીવનનો એક ખાસ સમય છે અને અમે આ નવા અધ્યાયની રાહ જોઇ શકતા નથી. ‘જો કે આ વર્ષનાં અંતમાં તે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ ચૂકી જશે’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.