કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે, વિવિધ દેશોએ પોતાની રીતે કોરોના સામે લડત આપી છે. આવામાં બ્રાઝીલમાં પણ કોરોના સામે લડવા માટે ગાઈડલાઈન્સનું ચુસ્તતાથી પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોરોના ગાઈડલાઈન્સ ના ઉલ્લંઘન બદલ કોઈ દેશમાં કોઈ રાષ્ટ્રપતિને દંડ ફટકારવામાં આવ્યો હોય…?
હા પરંતુ બ્રાઝિલમાં આવું બન્યું છે. એક સાર્વજનિક કાર્યક્રમમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ કોરોના ગાઈડલાઈન્સ નું પાલન કર્યું નાં હતું. અને સુરક્ષા નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ચૂકવવો પડશે.

મરાન્હો રાજ્યના કે ગવર્નર ફ્લાવિઓ દીનોએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે રાજ્યના આરોગ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા માટે બોલ્સોનારોને દંડ ચૂકવવો પડશે. આરોગ્ય અધિકારીઓએ બોલ્સોનારો વિરુધ્ધ સલામતી વગરના મેળાવડાને પ્રોત્સાહન આપવા માટે કેસ કર્યો હતો. કાયદો દરેકને લાગુ પડે છે.

દીનોએ જનતાને યાદ અપાવ્યું કે તેમના રાજ્યમાં 100 થી વધુ લોકોના એકત્રીકરણ પર પ્રતિબંધ છે, અને ફેસ માસ્કનો ઉપયોગ ફરજિયાત છે. બોલ્સોનારોની ઓફિસ પાસે અપીલ કરવા માટે 15 દિવસનો સમય છે, જે પછી દંડની રકમ નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલમાં યુનાઇટેડ સ્ટેટ્સ પછી વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ કોરોનાથી મૃત્યુઆંક નોધાયો છે.

