Gallantry awards/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 4 કીર્તિ અને 11 શૌર્ય ચક્ર સહિત 76 વીરતા પુરસ્કારોને આપી મંજૂરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસ 2023ની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો માટે 76 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે

Top Stories India

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 77માં સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટે) ની પૂર્વસંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) ના કર્મચારીઓને ચાર કીર્તિ ચક્ર (મરણોત્તર) અને 11 શૌર્ય ચક્ર સહિત 76 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે. 11 શૌર્ય ચક્રોમાંથી પાંચ મરણોત્તર છે. કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર એ અશોક ચક્ર પછી ભારતમાં બીજા અને ત્રીજા સર્વોચ્ચ શાંતિ સમયના વીરતા પુરસ્કારો છે.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી છે

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસ 2023ની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો માટે 76 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી છે. તેમાં ચાર કીર્તિ ચક્ર (મરણોત્તર), પાંચ મરણોત્તર સહિત 11 શૌર્ય ચક્ર, બે સેના મેડલ (શૌર્ય), 52 સેના મેડલ (વીરતા), 3 નેવી મેડલ (વીરતા) અને ચાર વાયુ સેના મેડલ (વીરતા) નો સમાવેશ થાય છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરાયેલા લોકોમાં દિલીપ કુમાર દાસ, રાજ કુમાર યાદવ, બબલુ રાભા અને સાંભા રોયનો સમાવેશ થાય છે. આ તમામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો હતા.મેજર વિકાસ ભાંભુ અને આર્મી એવિએશન સ્ક્વોડ્રનના મેજર મુસ્તફા બોહરા શૌર્ય ચક્ર (મરણોત્તર), રાજપૂતાના રાઈફલ્સના હવાલદાર વિવેક સિંહ તોમર અને રાષ્ટ્રીય રાઈફલ્સના રાઈફલમેન કુલભૂષણ માનતાને પણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.