Not Set/ ભાવવધારો/ ડુંગળી, શાકભાજી પછી તેલનાં ભાવો વધતા ગૃહિણીનું બજેટ ધ્વસ્ત

દેશમાં આર્થિક સ્થિતિ મામલે લાંબા સમયથી બુમબરાડા ચાલી રહ્યા જ છે. સરકાર દ્વારા પણ હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ફૂગાવો વધ્યો છે. ફૂગાવાની સીધી અસરો બજાર કિંમતો પર થાય છે. અને આ અનુભવવા માટે કોઇ અર્થશાસ્ત્રી કે આર્થિક સલાહકારની જરૂર નથી. ભાવ વધારા વિશે અભિપ્રાય આપવા માટે ગૃહિણીઓ પણ એટલી જ સક્ષમ છે. […]

Top Stories Gujarat Others

દેશમાં આર્થિક સ્થિતિ મામલે લાંબા સમયથી બુમબરાડા ચાલી રહ્યા જ છે. સરકાર દ્વારા પણ હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ફૂગાવો વધ્યો છે. ફૂગાવાની સીધી અસરો બજાર કિંમતો પર થાય છે. અને આ અનુભવવા માટે કોઇ અર્થશાસ્ત્રી કે આર્થિક સલાહકારની જરૂર નથી. ભાવ વધારા વિશે અભિપ્રાય આપવા માટે ગૃહિણીઓ પણ એટલી જ સક્ષમ છે. પરંતુ હાલ ગૃહેણીઓ પણ મુંજવણમાં જોવામાં આવી રહી છે.

જી હા, શાકભાજી તો મોંઘા હતા જ કારણ વરસાદ, વધુ પડતા વરસાદનાં કારણે શાકભાજીનાં ભાવ આસમાને હતા, ત્યારે કાંદા ક્રાઇસિસ આવી જેનો સામનો ગૃહિણીઓ અને સામાન્ય તમામ લોકો કરી રહ્યા છે. પેટ્રોલનાં ભાવ તો લાંબા સમયથી વધી જ રહ્યા છે અને એટલા સમયથી વધી રહ્યા છે કે, હવે તો લોકો દ્વારા આ મામલે ઉહાપો કરવાનો જ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં ફરી નવો ભાવ વધારો જોવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ટલ્લે ચડ્યાનો અંદેશો જોવામાં આવી રહ્યો છે.

જી હા, હવે કપાસિયા અને સીંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલમાં રૂપિયા 20નો વધારો થયો છે, તો કપાસિયા તેલમાં રૂપિયા 10નો વધારો થયો છે. સીંગતેલ ડબ્બાનો ભાવ હાલ 1780 પહોંચ્યો છે અને કપાસીયા તેલના ડબ્બાનો ભાવ 1400 પર પહોંચ્યો છે. તો સાથે સાથે અન્ય તેલનાં ડબ્બાનાં ભાવમાં પણ વઘારો જોવામાં આવી રહ્યો છે.

હવે ખરેખર તો એવુ લાગે છે કે છાશવારે નેતાઓ દ્વારા પુછવામાં આવે છે કે, મોંઘવારી અને મંદી ક્યાં છે? નો જવાબ ગૃહિણીઓ દ્વારા આપવામાં આવશે તો શું થશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.