વાતચીત/ વડાપ્રધાન મોદીએ બ્રિટનના PM ઋષિ સુનક સાથે ફોન પર કરી વાતચીત

પીએમ નરેન્દ્ર મોદીએ  બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે  ફોન પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી  હતી. પ્રધાનમંત્રીએ સાંજે બ્રિટનના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી

Top Stories India
10 1 વડાપ્રધાન મોદીએ બ્રિટનના PM ઋષિ સુનક સાથે ફોન પર કરી વાતચીત

પીએમ નરેન્દ્ર મોદીએ  બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે  ફોન પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી  હતી. પ્રધાનમંત્રીએ સાંજે બ્રિટનના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માધ્યમોની ચર્ચા કરી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વિચારોની આપ-લે કરી.આ ઉપરાંત આતંકવાદ  અને હિંસા પર પણ વાત કરી હતી.આતંક અને હિંસા માટે કોઈ સ્થાન નથી. નાગરિકોના મૃત્યુ એ ગંભીર ચિંતાનો વિષય છે. પ્રાદેશિક શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સતત માનવતાવાદી સહાય તરફ કામ કરવાની જરૂર છે. 

ઉલ્લેખનીય છે કે આ માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી આપી હતી.બ્રિટનના વડાપ્રધાન સાથે અનેક મુદ્દા પર વિસ્તૃત વાત કરી હતી અને બંને દેશો વચ્ચે સંબધો મજબૂત બને તેવી વાતચીત કરી હતી