Not Set/ શપથ પૂર્વે આટલા સાંસદોને PMOમાંથી બેઠકમાં હાજર રહેવા આવ્યા ફોન !!!

PM મોદી જ્યારે પોતાની વડાપ્રધાન તરીકેની બીજી ઇનીંગ્સ આજે શરુ કરવા જઇ રહ્યા છે. ત્યારે મિસ્ટર પ્રાઇમિનીસ્ટરની ટીમમાં કોણ હશે તેની ચર્ચા દેશ-દુનિયામાં ચાલી રહેલી છે. અત્ર, તત્ર, સર્વત્ર એક જ બાબતની વાત કે ચર્ચા જોવા માળી રહી છે કે ફોન આવ્યો. ભાજપનાં પ્રમુખ અમિત શાહ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સંભવિત પ્રધાનોને પણ ફોન કરી […]

India Politics

PM મોદી જ્યારે પોતાની વડાપ્રધાન તરીકેની બીજી ઇનીંગ્સ આજે શરુ કરવા જઇ રહ્યા છે. ત્યારે મિસ્ટર પ્રાઇમિનીસ્ટરની ટીમમાં કોણ હશે તેની ચર્ચા દેશ-દુનિયામાં ચાલી રહેલી છે. અત્ર, તત્ર, સર્વત્ર એક જ બાબતની વાત કે ચર્ચા જોવા માળી રહી છે કે ફોન આવ્યો.

ભાજપનાં પ્રમુખ અમિત શાહ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સંભવિત પ્રધાનોને પણ ફોન કરી બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે કહેણ મોકલવામાં આવ્યું છે. અમિત શાહ ઉપરાંત રાજનાથસિંહ, અનુરાગ ઠાકુર, સુષ્મા સ્વરાજ, સુબ્રતા પાઠક, પ્રકાશ જાવડેકર, નકવી અને લગભગ તમામ પૂર્વ કેન્દ્રીયમંત્રી સહિતનાં 46 થી વધુ નેતાઓને બેઠકમાં હાજરી આપી છે. ત્યારે મંત્રીમંડળમાં કોણ કોણ સામેલ હશે અને કોણ નહીં તેની અટકળો ચાલી રહી છે.

#PM Modi #Amit Shah #punishment #Supreme_Court #Code_of _Conduct

આ દિગ્ગજ નેતાઓને PMOમાંથી કોલ કરવામાં આવ્યા….
1. સદાનંદ ગૌડા (બેંગલોર ઉત્તર)
2. રાજનાથ સિંહ (લખનૌ)
3. અર્જુન રામ મેઘવાલ (બિકાનેર)
4. પ્રકાશ જાવડેકર (રાજ્ય સભાના સભ્ય)
5. રામદાસ અઠવાલે (આરપીઆઈ)
6. મુખ્તાર અબ્બાસ નકવી (રાજ્ય સભાના સભ્ય)
7. બેબુલ સુપ્રિયો (અસાંસોલ)
8. સુરેશ અંગડી (બેલગામ)
9. જિતેન્દ્ર સિંહ (ઉધામપુર)
10. પિયુષ ગોયલ (રાજ્ય સભાના સભ્ય)
11. રવિ શંકર પ્રસાદ (પટના સાહિબ)
12. જી કિશન રેડ્ડી (સિકંદરાબાદ)
13. પ્રહલાદ જોશી (ધારવાડ)
14. નિર્મલા સીતારમન (રાજ્ય સભાના સભ્ય)
15. સ્મૃતિ ઈરાની (અમીઠી)
16. પ્રહલાદ પટેલ (દમોહ)
17. રણન્દ્રનાથ (તેની- AINDMK)
18. પુરૂષોત્તમ રૂપાલા (રાજ્ય સભાના સભ્ય)
19. મનસુખ મંડવીયા
20. રાવ ઇન્દ્રજિત સિંઘ (ગુરુજરામ)
21. કૃષ્ણ પાલ ગુર્જર (ફરિદાબાદ)
22. અનુપ્રિયા પટેલ (મિરજપુર-અપનાદળ)
23. કિરણ રીજિજુ (અરુણાચલ પૂર્વ)
24. કૈલાશ ચૌધરી (બર્મર)
25. સંજીવ બિયાલ્યાન (મુઝફ્ફરનગર)
26. આર.સી.પી. સિંહ (જે.ડી.યુ.નાં રાજ્યસભાના સભ્ય)
27. નિતાનંદ રાય (ઉજાીપુર)
28. થાવરેકંદ ગેહલોટ
29. દેબશ્રી ચૌધરી (રાયગંજ બેઠક)
30. રમેશ પોખ્રિયાયલ નિશંક (હરિદ્વાર)
31. મનસુખ વાસવા (ફદૂચ)
32. રામેશ્વર તિલિ (દિબ્રુગઢ)
33. અકાલી દળ (બાથિંદા) ની હરસિમાત કૌર
34. સુષ્મા સ્વરાજ
35. સોમ પ્રકાશ (હોશીરપુર)
36. સંતોષ ગંગ્વાર (બેરલી)
37. રામ વિલાસ પાસવાન
38. નરેન્દ્ર સિંહ તોમર (મુરાય)
39. સુબ્રતા પાઠક (કન્નૌજ)
40. ગજેન્દ્ર સિંહ શેખાવાત (જોધપુર)
41. હરદીપ સિંહ પુરી
42. શ્રીદાદ નાઇક (ઉત્તર ગોવા)
43. હર્ષવર્ધન (નવી દિલ્હી)
44. ધર્મેન્દ્ર પ્રધાન
45. વી. મુરલીધરન (રાજ્ય સભાના સભ્ય)
46. ​​અનુરાગ ઠાકુર (હમીરપુર)

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને PM મોદી  વચ્ચે અનેક વાર મેરેથોન બેઠક યોજાઇ…

કેબિનેટમાં કોણ સામેલ થશે? વડાપ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા આ નિર્ણય લેવામાં  માટે ઘણા દિવસથી વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. ભાજપ ઉપરાંત NDAનાં  તમામ મોટા પક્ષોનો પણ જ્યારે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી રહ્યો હોવાથી “સબ ખુશ”ની ફોર્મ્યુલા અમલી કરવાની કવાયતોનાં અંતે આજે PMO દ્રારા તમામ સંભવિતોને ફોન દ્રારા બેઠકમાં ભાગ લેવા આવવાનું આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. ફોનથી બેલાવવામાં આવેતા તમામ સાંસદે મંત્રીમંડળમાં સામેલ હોવાની ચર્ચા વચ્ચે સાંજે જ રહસ્ય પરથી પર્દો ઉંચકાશે…