કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળનાં નારાયણસામી સરકારનાં પતન પછી, ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવાનો ઇનકાર કર્યો છે. રાજકીય ગરમા-ગરમી વચ્ચે કેન્દ્રીય કેબિનેટે બુધવારે પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની મંજૂરી આપી હતી.
Political / 25 વર્ષમાં સૌથી મોટો પરાજય! રાજકોટમાં કોંગ્રેસના થયા સુપડા સાફ
કોંગ્રેસ-ડીએમકે ગઠબંધન સરકારનાં પતન પછી ઉપરાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, હવે ભાજપ અહીં સરકાર બનાવવાનો દાવો કરશે, પરંતુ પુડ્ડુચેરીનાં પ્રદેશ અધ્યક્ષ વી સમિનાથન (વી સમિનાથન) એ આ અટકળોને ફગાવી દીધી હતી. સમિનાથને કહ્યું કે, અમારી પાર્ટી અહીં સરકાર બનાવવાનો દાવો કરશે નહીં, કેમ કે ભાજપને શોર્ટ-કટ પર વિશ્વાસ નથી. આ પછી, લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદર્યરાજને પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણનો પત્ર કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભામાં વિશ્વાસમત ગુમાવ્યા બાદ પુડ્ડુચેરીનાં મુખ્યમંત્રી વી નારાયણસામી અને તેમના મંત્રીપરિષદનું રાજીનામું સ્વીકારી લીધુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે જારી કરેલા એક જાહેરનામામાં કહ્યું છે કે, રાષ્ટ્રપતિએ 22 ફેબ્રુઆરીથી પુડ્ડુચેરીનાં મુખ્યમંત્રી વી નારાયણસામી સહિતનાં તેમના પ્રધાનોનાં રાજીનામાને સ્વીકારી લીધા છે.
Political / કોંગ્રેસની કારમી હાર માટે કોને જવાબદાર ગણવા …?
વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા મુખ્યમંત્રી નારાયણસામીનાં રાજીનામાંને કારણે સોમવારે કોંગ્રેસ સરકાર પુડ્ડુચેરીમાં તૂટી ગઇ હતી. તાજેતરમાં, કેન્દ્રનાં શાસિત પ્રદેશની સરકાર કોંગ્રેસનાં અનેક ધારાસભ્યો અને બહારથી સમર્થન આપી રહેલા ડીએમકેનાં એક ધારાસભ્યનાં રાજીનામાંને કારણે લઘુમતીમાં આવી ગઇ હતી. નારાયણસામી સોમવારે વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરવાના હતા, પરંતુ બહુમતી પરીક્ષણ પહેલા મુખ્ય પ્રધાન અને શાસક ગઠબંધનનાં ધારાસભ્યો દ્વારા વોકઆઉટ થયા બાદ સ્પીકરે સરકાર પડી ગઇ હોવાની ઘોષણા કરી હતી. આ પછી નારાયણસામીએ એલજી તામિલિસાઈ સુંદરરાજનને મળ્યા અને ચાર સભ્યોની કેબિનેટનું રાજીનામું તેમને સોંપ્યુ.
Political / આમ આદમી પાર્ટીની આ જીત આવનારા દિવસોમાં ભાજપ માટે પડકાર અને કોંગ્રેસ માટે રકાસનું કારણ બની શકે છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
