priyanka chopra daughter/ પ્રિયંકા ચોપરા પુત્રીને આવી રીતે બનાવી રહી છે ઇન્ડિયન, લહેંગા પહેરાવી કરાવ્યું પૂજા-પાઠ

પ્રિયંકા ચોપરાએ તેના પિતા અશોક ચોપરાની પુણ્યતિથિ પર ઘરે પૂજાનું આયોજન કર્યું હતું. તેમણે આ અવસર પર પુત્રી માલતી મેરીને પરંપરાગત ભારતીય કપડા પહેરાવ્યા હતા.

Entertainment
Priyanka Chopra Daughter

બોલિવૂડ અભિનેત્રી અને વૈશ્વિક સ્ટાર પ્રિયંકા ચોપરા હવે અભિનેત્રીની સાથે સાથે માતા પણ છે. તે તેની પુત્રી માલતી મેરી જોનસને પ્રેમથી ઉછેરી રહી છે. દેશી ગર્લ અવારનવાર પોતાની દીકરી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. ભલે માલતી મેરીનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો હોય, પરંતુ માતા પ્રિયંકા તેને પોતાના દેશ ભારતમાં તેના મૂળ સાથે જોડેલી રાખવા માંગે છે. તેથી જ પ્રિયંકા તેની પુત્રીને તેની રીતભાત અને સંસ્કારો શીખવી રહી છે.

પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરી પોતાની ક્યુટનેસથી ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં જ પ્રિયંકાએ માલતીની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે લહેંગા પહેરેલી જોવા મળી હતી. માલતીને પારંપારિક ભારતીય વસ્ત્રોમાં જોઈને બધા દંગ થઇ ગયા. ગુલાબી લહેંગામાં માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ તેના પિતા અશોક ચોપરાની પુણ્યતિથિ પર ઘરે પૂજા રાખી હતી. તેમણે આ અવસર પર પુત્રી માલતી મેરીને પરંપરાગત ભારતીય કપડા પહેરાવ્યા હતા. દીકરીને લહેંગા-ચોલીથી લઈને મિની દુપટ્ટા પણ જોઈ શકાય છે. આ લુકમાં માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

ફોટો શેર કરતી વખતે પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, ‘આ ખૂબસૂરત લહેંગામાં..આજ કો અપના બેલી-બટન મિલ ગયા હૈ..’ આ તસવીરમાં માલતી તેના પેટને સ્પર્શ કરતી જોવા મળે છે.

પ્રિયંકાએ વધુ એક ફોટો શેર કરતા માલતીની મસ્તીને કેદ કરી હતી. તેણે લખ્યું- “પૂજાનો સમય… મિસ યુ નાના”

ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરાયેલ ફોટામાં પ્રિયંકા તેની પુત્રી માલતીને પૂજા શીખવી રહી છે. આ સાથે, અભિનેત્રી તેના અમેરિકન બાળકને ભારતની રીતો શીખવીને તેના દેશ સાથે જોડાયેલ રાખવા માંગે છે.

તાજેતરમાં જ તેના પિતા અશોક ચોપરાને યાદ કરીને પ્રિયંકાએ તેને પોતાની પ્રેરણા કહી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેની કારકિર્દી અને સફળતામાં તેના પિતાનો મોટો હાથ છે.

આ પણ વાંચો: Hrithik Roshan Wedding Look/રિતિક રોશનનું સ્ટનીંગ લુક આવ્યું સામે,  આ એથેન્ટીક લુક પર ફિદા થયા ફેન્સ

આ પણ વાંચો: Mangal Dhillon Death/બોલિવૂડને વધુ એક મોટો ઝટકો, પ્રખ્યાત અભિનેતા મંગલ ધિલ્લોનનું કેન્સરથી નિધન