Not Set/ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીને કહ્યા કાયર અને કમજોર, PM જનતાનું ક્યારેય સાંભળતા નથી

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે ભ્રષ્ટાચારી નંબર વન બતાવતા પીએમ મોદીનાં નિવેદનને લઇને કોંગ્રેસ સતત નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ PM મોદીને જવાબ આપ્યો. પ્રિયંકાએ કહ્યુ કે, તેમનાથી મોટા કાયર, તેમનાથી કમજોર વડાપ્રધાન મે મારા જીવનમાં ક્યારે જોયા નથી. પ્રિયંકાએ વધુમાં કહ્યુ […]

Top Stories India Politics

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે ભ્રષ્ટાચારી નંબર વન બતાવતા પીએમ મોદીનાં નિવેદનને લઇને કોંગ્રેસ સતત નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ PM મોદીને જવાબ આપ્યો. પ્રિયંકાએ કહ્યુ કે, તેમનાથી મોટા કાયર, તેમનાથી કમજોર વડાપ્રધાન મે મારા જીવનમાં ક્યારે જોયા નથી.

પ્રિયંકાએ વધુમાં કહ્યુ કે, રાજનીતિક શક્તિ માત્ર ભાષણબાજી કરવાથી કે પ્રચાર પ્રસાર કરવાથી મળતી નથી. પ્રિયંકાએ રાજનીતિક શક્તિની વ્યાખ્યા આપતા કહ્યુ કે, રાજનીતિક શક્તિ તે હોય છે જે જનતાને સૌથી ખાસ સમજે. જેમા જનતાની વાતો સાંભળવાની શક્તિ હોય. જનતાની સમસ્યાઓનાં નિરાકરણની શક્તિ હોય. આલોચના સાંભળવાની શક્તિ હોય. વિપક્ષી પાર્ટીઓની વાતો સાંભળવાની શક્તિ હોય. પરંતુ આ પીએમ તમારી વાતોને સાંભળવાની તો છોડો, તમને જવાબ પણ આપવા માંગતા નથી.

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ એક રેલીમાં કહ્યુ હતુ કે, તમારા પિતાજી(રાજીવ ગાંધી)ને તમારા રાજ દરબારીઓએ બેન્ડ-બાઝા સાથે મિસ્ટર ક્લિન બનાવી દીધા હતા. પરંતુ જોત જોતામાં ભ્રષ્ટાચારી નંબર વનનાં રૂપમાં તેમનુ જીવનકાળ સમાપ્ત થયુ હતુ. આ નિવેદન સામે આવ્યા બાદ કોંગ્રેસે પીએમ પર પોતાના આકરા શાંબ્દિક પ્રહારો શરૂ કરી દીધા હતા.