Not Set/ પ્રિયંકા ગાંધીનો બીજેપીને મોટો સવાલ, સૌથી મોટો રાષ્ટ્રવાદ કયો છે?

લોકસભાની ચુંટણીનાં પાંચમાં તબક્કાને લઇને દેશની સૌથી મોટી પાર્ટી બીજેપી અને વિપક્ષીય પાર્ટીઓ ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપને સવાલો કર્યા છે. તેણે બીજેપીને સવાલ કરતા પુછ્યુ કે, સૌથી મોટો રાષ્ટ્રવાદ કયો છે? તેમણે કહ્યુ કે, આ દેશ જનતાથી બન્યો છે. તેણે કહ્યુ કે, ખેડૂતનું  ખેતર પણ સુરક્ષિત રાખો કારણ […]

Top Stories India Politics

લોકસભાની ચુંટણીનાં પાંચમાં તબક્કાને લઇને દેશની સૌથી મોટી પાર્ટી બીજેપી અને વિપક્ષીય પાર્ટીઓ ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપને સવાલો કર્યા છે. તેણે બીજેપીને સવાલ કરતા પુછ્યુ કે, સૌથી મોટો રાષ્ટ્રવાદ કયો છે? તેમણે કહ્યુ કે, આ દેશ જનતાથી બન્યો છે. તેણે કહ્યુ કે, ખેડૂતનું  ખેતર પણ સુરક્ષિત રાખો કારણ કે તે પણ રાષ્ટ્રવાદનો એક હિસ્સો છે.

કોંગ્રેસ માહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, જનતાથી પ્રેમનો અર્થ છે, જનતાનો આદર. જનતાનો આદરનો અર્થ, જ્યારે જનતા કઇક કહી રહી છે તો તમે સાંભળો. જનતાનો અવાજ લોકતંત્રનો અવાજ હોય છે. આ કેવો રાષ્ટ્રવાદ છે કે તમે ખેડૂતોને નકારો, યુવાઓને નકારો, મહિલાઓને નકારો. તેણે વધુમાં કહ્યુ કે, હુ જ્યા પણ જાઉ છુ લોકો રઝળતા પશુઓની સમસ્યાઓ બતાવે છે. પોતાને દેશનો ચોકીદાર કહેતા લોકોએ ખેડૂતોને ખેતરમાં બેસાડી દીધા છે અને તે પણ ચોકીદાર કરવા માટે. ખેડૂતોનાં ખેતરોની ચોકીદારી કોઇ  ભાજપાનાં નેતા નથી કરતા.

પ્રિયંકાએ કહ્યુ કે, જ્યારે પોતાના અધિકારો માટે કોઇ પ્રદર્શન કરે છે ત્યારે આજની સરકાર તમારા અવાજને દબાવી દે છે. આ પહેલા તે શિક્ષકો અને ખેડૂતો સાથે થઇ ચુક્યુ છે. સરકાર આ કેમ કરે છે? કારણ કે તે તમારી શક્તિને જાણે છે અને તે ડરે છે. જનતાની સરકાર આ પાંચ વર્ષોમાં તેમના માટે કોઇ કામ કર્યુ નથી.