બારાબંકી,
લોકસભાની ચુંટણી હવે તેના ચોથા ચરણ સુધી પહોચી ગઇ છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષ એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. શનિવારે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશનાં બારબંકીમાં ચુંટણી રેલીને સંબોધિત કર્યા હતા. જ્યા તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે, પીએમ પાસે જનતા માટે સમય નથી પરંતુ ઇંટરવ્યૂ આપવા માટે છે.
બારાબંકીમાં લોકોને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યુ કે, હુ છેલ્લા બે મહિનાથી રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં જઇ રહી છુ. આ દરમિયાન લોકોએ મને જણાવ્યુ કે, છેલ્લા પાંચ વર્ષોમાં અમે ઘણુ સહન કર્યુ છે. સરકાર તરફથી અમને કોઇ મદદ મળી રહી નથી. પ્રિયંકાએ કહ્યુ કે, આ છે દેશની અસલ સમસ્યા. પરંતુ આપણા દેશનાં પીએમ આ સમસ્યા પર વાતો કરતા નથી અને ઇંટરવ્યૂમાં વ્યસ્ત રહે છે. દેશનો ખેડૂત આજે ઘણો પરેશાન છે, આજે જનતા માટે નહી પણ ઉદ્યોગપતિઓ માટે નીતિ ગઠવામાં આવે છે.
પ્રિયંકાએ પીએમ મોદીનાં લોકસભા ક્ષેત્ર વારાણસીની સચ્ચાઇ જનતા સમક્ષ સંભળાવી હતી. તેણે કહ્યુ કે, હુ વારાણસી ગઇ હતી મને ત્યા કોઇ વિકાસ દેખાયો નહી. માત્ર જુઠ્ઠાણા પર રાજનીતિને ધકેલવામા આવી રહી છે.
