Not Set/ રાજકોટમાં ડ્રોનથી માપણી કરી 5 લાખ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશે : કલેક્ટર અરૂણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લાનાં 11 તાલુકાનાં 533 ગામમાં ડ્રોનથી માપણી કરી GIS પદ્ધતિથી અંદાજે 5 લાખ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશેઆ યોજનાની માપણી કન્ટીન્યૂઝ ઓપરેટિંગ રેફરન્સ સિસ્ટમના

Top Stories Gujarat
rjt coll arun 1 રાજકોટમાં ડ્રોનથી માપણી કરી 5 લાખ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશે : કલેક્ટર અરૂણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લાનાં 11 તાલુકાનાં 533 ગામમાં ડ્રોનથી માપણી કરી GIS પદ્ધતિથી અંદાજે 5 લાખ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશેઆ યોજનાની માપણી કન્ટીન્યૂઝ ઓપરેટિંગ રેફરન્સ સિસ્ટમના માધ્યમથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા થનાર છે. ડ્રોન દ્વારા એક ગામની માપણી અંદાજે 30 મિનીટમાં કરવાનું સંભવ બનશે. જે અગાઉ અંદાજે 6 મહિનાનાં સમયમાં થતી હતી. જેથી વિવિધ ગામનાં લોકોને ઝડપથી પ્રોપર્ટીકાર્ડ આપવાનું શક્ય બનશે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ યોજના અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારના આયોજન અને માર્ગદર્શિકા મુજબ રાજકોટ જિલ્લામાં કરવાની થતી કામગીરી સમીક્ષા કરી હતી.

ડ્રોન ટેક્નોલોજીથી માપણી કરવા માટે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

ભારત સરકારનાં પંચાયત મંત્રાલય દ્વારા આજે વીડિયો કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં અધિક મુખ્ય સચિવ મહેસુલ વિભાગ તેમજ તમામ જિલ્લા કલેક્ટરો જોડાયા હતા. જેમાં ભારત સરકારનાં પંચાયતરાજ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાની મહત્વકાંક્ષી યોજનામાં ડ્રોન ટેક્નોલોજીથી માપણી કરવા માટે રાજ્ય-ભારત સરકારનાં સર્વે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ તથા મહેસુલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાનાર છે. આ બાબતે વિસ્તૃત મહિતી આપવામાં આવી હતી. આ યોજનામાં દેખરેખ તેમજ અમલ સારૂ ત્રિસ્તરીય સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય કક્ષાની સમિતિ, રાજ્ય કક્ષાની સમિતિ, જિલ્લા કક્ષાની સમિતિ બની છે.

ડ્રોન દ્વારા એક ગામની માપણી અંદાજે 30 મિનીટમાં સંભવ

રાજકોટ જિલ્લાનાં 11 તાલુકાનાં 533 ગામમાં ડ્રોનથી માપણી કરી GIS પદ્ધતિથી અંદાજે 5 લાખ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશેઆ યોજનાની માપણી કન્ટીન્યૂઝ ઓપરેટિંગ રેફરન્સ સિસ્ટમના માધ્યમથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા થનાર છે. ડ્રોન દ્વારા એક ગામની માપણી અંદાજે 30 મિનીટમાં કરવાનું સંભવ બનશે. જે અગાઉ અંદાજે 6 મહિનાનાં સમયમાં થતી હતી. જેથી વિવિધ ગામનાં લોકોને ઝડપથી પ્રોપર્ટીકાર્ડ આપવાનું શક્ય બનશે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ આ યોજના અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારના આયોજન અને માર્ગદર્શિકા મુજબ રાજકોટ જિલ્લામાં કરવાની થતી કામગીરી સમીક્ષા કરી હતી. રાજકોટ જિલ્લાનાં 11 તાલુકાનાં 533 ગામોમાં ડ્રોન દ્વારા માપણી કરી જી.આઈ.એસ. પદ્ધતિથી કો-ઓર્ડીનેટ આધારીત કોમ્પ્યુટરાઇઝ બેઝ અંદાજીત 5 લાખ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવશે.

પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોધીકા તથા કોટડાસાંગાણી તાલુકાનાં ગામોની પસંદગી

ડ્રોનથી માપણી કર્યા બાદ કાચો નકશો જે તે મિલકતધારકોને નોટિસ દ્વારા વિતરણ કરવામાં આવશે. જેમાં વાંધા સુચન સાંભળી આખરી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાશે. પ્રોપર્ટીકાર્ડ તૈયાર થયા બાદ જી.આઈ.એસ. પદ્ધતિથી વેચાણ, વહેંચણી, એકત્રીકરણ જેવી બાબતોની નિભાવણી કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાની સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોધીકા તથા કોટડાસાંગાણી તાલુકાનાં ગામોની પસંદગી બાબત વિચારણા કરવામાં આવી હતી. દરેક ગામોનાં પંચાયતનું રેકર્ડ અદ્યતન રાખવા ઠરાવવામાં આવ્યું હતું.

sago str 7 રાજકોટમાં ડ્રોનથી માપણી કરી 5 લાખ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ અપાશે : કલેક્ટર અરૂણ મહેશ બાબુ