મની લોન્ડરિંગ કેસ/ પત્રકાર રાણા અય્યુબ પર કાર્યવાહી, EDએ 1.77 કરોડ રૂપિયા જપ્ત કર્યા

EDએ મની લોન્ડરિંગ કેસમાં પત્રકાર રાણા અય્યુબના રૂ. 1.77 કરોડથી વધુ જપ્ત કર્યા છે. એવો આરોપ છે કે, ઓનલાઇન ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ કેટો દ્વારા રાહત કાર્ય માટે એકત્ર કરાયેલ દાનનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો.

Top Stories India
RANA

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં પત્રકાર રાણા અય્યુબના રૂ. 1.77 કરોડથી વધુ જપ્ત કર્યા છે. એવો આરોપ છે કે, ઓનલાઇન ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ કેટો દ્વારા રાહત કાર્ય માટે એકત્ર કરાયેલ દાનનો ઉપયોગ વ્યક્તિગત ખર્ચ માટે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, એજન્સીને જાણવા મળ્યું કે ,અય્યુબે રાહત કાર્ય પર ખર્ચનો દાવો કરવા માટે માત્ર અમુક સંસ્થાઓના નામે બોગસ બિલ બનાવ્યા ન હતા, પરંતુ ઓનલાઈન પ્લેટફોર્મ પર એકત્ર કરાયેલા ભંડોળમાંથી 50 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ કરી હતી.

આ પણ વાંચો: શેરબજાર ખુલતાની સાથે ધડામ,સેન્સેકસમાં 650 પોઇન્ટનો કડાકો,નિફટીમાં પણ ઘટાડો

ગાઝિયાબાદ પોલીસ દ્વારા પ્રથમ એફઆઈઆરના આધારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અયુબ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી વિકાસ સાંકૃત્યને તેના પર ગેરકાયદેસર રીતે જાહેર નાણાં મેળવવાનો આરોપ લગાવ્યો હતો. કેસ નોંધતી વખતે, અય્યુબે દાવો કર્યો હતો કે, તેમની સામેના ભંડોળના દુરુપયોગના આરોપો પાયાવિહોણા છે.

આ ત્રણ અભિયાનો માટે ભંડોળ એકત્ર કરાયું

યુપી પોલીસની એફઆઈઆરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, રાણા અય્યુબે આ અભિયાનો માટે ભંડોળ એકત્ર કર્યું હતું – સૌપ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ અને ખેડૂતો માટે, આસામ, બિહાર અને મહારાષ્ટ્ર માટે રાહત કાર્ય અને એપ્રિલ 2020 અને જૂન 2021 વચ્ચે ભારતમાં કોરોના પ્રભાવિત લોકોને મદદ કરવા. આ બધું સરકાર પાસેથી મંજૂરી પ્રમાણપત્ર અને નોંધણી લીધા વિના કરવામાં આવ્યું હતું, જે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ મુજબ જરૂરી છે.

પૈસા પિતા અને બહેનના ખાતામાં પણ મોકલ્યા

EDની તપાસમાં સામે આવ્યું છે કે , અય્યુબે આ ત્રણ મિશન માટે કેટો પર કુલ 2.69 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. આ રકમમાંથી તેણે તેના બેંક ખાતામાં 72 લાખ રૂપિયા, બહેનના ખાતામાં 37.15 લાખ રૂપિયા અને પિતાના ખાતામાં 1.60 કરોડ રૂપિયા મોકલ્યા હતા.

આ પણ વાંચો:વેક્સિનેશનમાં નિરાશા, માત્ર 16.53 લાખ સગર્ભાઓએ જ લીધી વેક્સિન

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક દિવસમાં કોરોનાના નવા 58 હજારથી વધુ કેસ,657 દર્દીઓના મોત