IPL 2022 માટે તમામ ટીમો પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. તમામ ટીમો તેમની ટીમમાં શ્રેષ્ઠ ખેલાડીઓ રાખવા માંગે છે. આ વખતે ઘણી ટીમો પણ કેપ્ટનની શોધમાં છે. આવી જ એક ટીમ પંજાબ કિંગ્સ છે.

આ પણ વાંચો – National / કોરોના રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થતાં આરોગ્ય મંત્રીએ કહ્યું – “આ છે વિશ્વનું સૌથી સફળ અભિયાન”
આ વખતે IPL પ્રેમીઓની ખાસ નજર પંજાબ કિંગ્સ પર છે. તેનું કારણ એ છે કે છેલ્લી IPL એટલે કે IPL 2021માં પંજાબ કિંગ્સનાં કેપ્ટન કેએલ રાહુલ હતા. IPL બાદ કે.એલ. રાહુલ અને પંજાબ કિંગ્સનાં મેનેજમેન્ટ વચ્ચેનાં અણબનાવનાં સમાચાર પણ સોશિયલ મીડિયા પર આવ્યા હતા. બાદમાં કેએલ રાહુલને પંજાબની ટીમમાં જાળવી રાખવામાં આવ્યો ન હતો. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે કેએલ રાહુલ લખનઉ ટીમનાં કેપ્ટન બની શકે છે પરંતુ મોટો સવાલ એ છે કે, પંજાબ કિંગ્સનાં કેપ્ટન કોણ હશે. આવી સ્થિતિમાં કેટલાક મોટા નામો સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રણ એવા ખેલાડીઓ છે જે પંજાબ કિંગ્સનાં કેપ્ટન બની શકે છે.
મયંક અગ્રવાલઃ

પંજાબ કિંગ્સે માત્ર બે જ ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેમાં એક મયંક અગ્રવાલ છે, બીજો અર્શદીપ સિંહ છે. મયંક અગ્રવાલ હાલમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પણ રમી રહ્યો છે. IPL ની છેલ્લી સીઝનમાં પણ તેની બેટિંગ શાનદાર રહી હતી. તેના પ્રદર્શનને જોઈને તેને ટીમની કમાન પણ સોંપવામાં આવી શકે છે. મયંક અગ્રવાલ એક યુવા ચહેરો છે અને તેનું ભવિષ્ય તેની અત્યાર સુધીની બેટિંગમાં દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો – U19 World Cup / ટીમ ઈન્ડિયાએ જીત સાથે મેઘા ઇવેન્ટની કરી શરૂઆત, દ.આફ્રિકા સામે મેળવી 45 રનથી જીત
ડેવિડ વોર્નરઃ

ડેવિડ વોર્નર છેલ્લી સીઝન સુધી સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો. તેણે વર્ષ 2016માં SRH એટલે કે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે IPL પણ જીતી છે. તેને સનરાઈઝર્સ હૈદરાબાદે રિટેન ન કર્યો, પરંતુ તે પછી તે T20 વર્લ્ડકપમાં ધમાકેદાર બેટિંગ કરીને મેન ઓફ સીરીઝ બની ગયો. અગાઉ ડેવિડ વોર્નર અમદાવાદની ટીમ સાથે કોન્ટ્રાક્ટ કરે તેવી ચર્ચા હતી, પરંતુ તાજેતરનાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેવિડ વોર્નર સાથે વાતચીત થઈ શકી નથી. આવી સ્થિતિમાં જો ડેવિડ વોર્નર હરાજીમાં આવે છે તો પંજાબની ટીમ મુખ્ય નિશાન હશે.
ઈયોન મોર્ગન:

ઈયોન મોર્ગન છેલ્લી સીઝનમાં KKRનો કેપ્ટન હતો. તેમની કેપ્ટનશિપમાં KKRની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે KKR એ ઈયોન મોર્ગનને જાળવી રાખ્યો નથી. ઈયોન મોર્ગન પાસે સુકાની તરીકેનો સારો અનુભવ છે. આવી સ્થિતિમાં, તે પંજાબ કિંગ્સની મુખ્ય પસંદગી હશે.
