ગોળીબાર/ પંજાબના અમૃતસરના ખાસામાં BSFની મેસમાં ગોળીબાર,4 જવાનોના મોત 10 ઇજાગ્રસ્ત

પંજાબના અમૃતસરના ખાસામાં બીએસએફની મેસમાં ગોળીબાર થતાં 10 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, આ મેસમાં એક બીએસએફના જવાને જ પોતાના સાથીઓ પર ગોળીબાર કરતા ચકચાર મચી જવા પામી છે

Top Stories India
13 3 પંજાબના અમૃતસરના ખાસામાં BSFની મેસમાં ગોળીબાર,4 જવાનોના મોત 10 ઇજાગ્રસ્ત

પંજાબના અમૃતસરના ખાસામાં બીએસએફની મેસમાં ગોળીબાર થતાં 10 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે, આ મેસમાં એક બીએસએફના જવાને જ પોતાના સાથીઓ પર ગોળીબાર કરતા ચકચાર મચી જવા પામી છે, ચોમેર એરેરાટી ફેલાઇ ગઇ આ સમાચાર અંગે કોઇ અધિકારીએ હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરતું સૂત્રોના જણાવ્યા અનુસાર 4 જવાનોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.કોન્સ્ટેબલ સટ્ટપ્પા બોર્ડર પરની ડ્યુટીને લઈને પોતાના અધિકારીઓ પર ગુસ્સે થઈ રહ્યા હતા. તેણે રવિવારે સવારે મેસમાં પોતાની સર્વિસ રાઈફલથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેના સાથીઓ પર ગોળીબાર કર્યા પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી. ફાયરિંગમાં સટ્ટપ્પા સહિત પાંચ જવાન શહીદ થયા હતા., દળના અડધો ડઝન જવાન ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પંજાબના અમૃતસરના ખાસામાં બીએસએફ મેસમાં ફાયરિંગના સમાચાર છે. બીએસએફની ગોળીબારમાં 10 જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. હાલ તમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

BSF મેસમાં ગોળીબારના સમાચારથી ગભરાટનો માહોલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ગોળી ચલાવનાર કોન્સ્ટેબલની ઓળખ કટપ્પા તરીકે થઈ છે. જો કે કટપ્પાએ શા માટે ગોળી ચલાવી તે અંગેની માહિતી હાલ ઉપલબ્ધ નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર એવી ઘટના બની નથી આ પહેલા પણ જવાનો પોતાના સાથીઓ પર ગોળીબાર કરતા હોય છે તેવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.