Not Set/ ભારતના રાજકારણને વળગેલો ચેપી રોગ, દિલ્હીથી સ્થાનિક સ્તર સુધી પ્રસરેલું દુષણ, બધા જ પક્ષને ઘેરનાર અનિવાર્ય અનિષ્ઠ

વડાપ્રધાનપદ, મુખ્યમંત્રી પદ, સાંસદ, ધારાસભ્ય સહિતના તમામ હોદ્દાઓ પર લગભગ તમામ પક્ષોના વારસો ભોગવી ચૂક્યા છે, ભોગવી રહ્યા છે.

India Trending

વડાપ્રધાનપદ, મુખ્યમંત્રી પદ, સાંસદ, ધારાસભ્ય સહિતના તમામ હોદ્દાઓ પર લગભગ તમામ પક્ષોના વારસો ભોગવી ચૂક્યા છે, ભોગવી રહ્યા છે.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

દેશના રાજકારણમાં વંશવાદ એ નવી વાત નથી. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ, શ્રીમતી ઈંદિરા ગાંધી, રાજીવ ગંધી, પ્રિયંકા ગંધી સુધી કોંગ્રેસની વંશવાદી સાંકળ હસ્જી અકબંધ છે. સ્વ. ઈંદિરાજીના નાના પુત્ર સંજય ગાંધી, અમેઠીના સાંસદ હતા. જ્યારે તેમના ધર્મપત્ની મેનકા ગાંધી અને પુત્ર વરૂણ ગાંધી હાલ સાંસદ છે. આ ઉપરાંત ગ્વાલિયરના રાજવી પરિવાર રાજમાતાથી તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા સુધી રાજકારણમાં સક્રિય છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને મીસા ભારતી પણ રાજકારણમાં સક્રિય છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરારાજેના પુત્ર સંસદસભ્ય છે જ્યારે દક્ષિણમાં એન.ટી.રામારાવ પછી તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુ, પુત્રી વગેરે પણ આજની તારીખમાં પણ રાજકારણમાં છે. સંયુક્ત આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી પુત્ર જગમોહન રેડ્ડી પણ હાલ આંધ્રના મુખ્યમંત્રી છે. ડી.એમ.કે.ના સર્વોચ્ચ નેતા કે. કરૂણાનિધિ બાદ હવે તેમના પુત્ર સ્ટાલિને હાલ તમિલનાડુનું મુખ્યમંત્રીપદ સંભાળી લીધું છે. આ પણ જેવી તેવી વાત તો ન જ કહેવાય. ગુજરાતમાં ધારાસભ્ય રહી ચૂકેલા પિતા પુત્રની જાેડી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા અને જયેશભાઈ રાદડીયા તેમજ શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ ગણી શકાય. ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા મુલાયમસિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.આ પરિવારના શીવપાલસિંહ યાદવ, ડીમ્પલ યાદવ, અર્પણા યાદવ વિગેરે પણ રાજકારણમાં છે જ.


પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક મુખરજી ટીએમસીના મહામંત્રી પણ છે અને સંસદસભ્ય પણ છે. જ્યારે મમતા દીદીના એક વખતના નજીકના સાથીદાર અને હાલ ભાજપમાં ભળી બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષનું નેતાપદ સંભાળી રહેલા શુવેન્દુ અધિકારીના પિતા અને ભાઈ બંને સંસદસભ્ય છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી શીલા દિક્ષીતના પુત્ર સંદીપ દિક્ષીત પણ સાંસદ રહી ચૂક્યા છે. ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બીજુ પટનાયકના પુત્ર નવિન પટનાયક છેલ્લા ૧૫ વર્ષ કરતાં વધુ સમયથી ઓરિસ્સાના મુખ્યમંત્રી છે. લોકસભાના પૂર્વ સ્પીકર ટી.એ. સંગમાના પુત્ર કોનરાડ સંગમાં મુખ્યમંત્રી છે. મહારાષ્ટ્રમાં શીવસેનાના સુપ્રિમો સ્વ. બાબાસાહેબ ઠાકરેના પુત્ર ઉધ્ધવ ઠાકરે હાલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ સક્રિય રાજકારણમાં છે. એન.સી.પી.ના સુપ્રિમો શરદ પવારના પુત્રી અને ભત્રીજાે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના અગ્રણી સ્વ-પ્રમોદ મહાજનના પુત્રી પુનમ મહાજન મુંબઈમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય છે. ફિલ્મ અભિનેતા કે જેઓ થોડા સમય માટે કેન્દ્રીય મંત્રી પણ હતાં તેમના પુત્રી મુંબઈમાંથી સતત ત્રણ વર્ષ સુધી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતાં. ફિલ્મ કલાકાર બેલડી ધર્મેન્દ્ર એક ટર્મ ભાજપના સાંસદ રહી ચૂક્યા છે તો તેમની અભિનેત્રી પત્ની હેમામાલિની અને પ્રથમ પત્નીના પુત્ર શનિ દેઓલ હાલ સંસદસભ્ય છે.

Dharmendra praises Sunny Deol & Hema Malini Election Wins | DESIblitz

સામ્યવાદી પક્ષના એક જમાનાના સુપ્રિમો બિરાદર એસ.કે. ડાંગે પણ સાંસદ હતા અને તેમના પુત્રી ઓઝા દેશપાંડે પણ સાંસદ રહી ચૂક્યા છે. દેશની એકતાના શીલ્પી અને દેશના પ્રથમ ગૃહપ્રધાન લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી કુ. મણીબેન પટેલ પણ સતત બે ટર્મ સાંસદ હતાં. પોરબંદરના સાંસદ સ્વ. માલદેવજી ઓડેદરાના પુત્ર ભરત ઓડેદરા પણ એક જમાનામાં સાંસદ હતાં. કુતિયાણાના ધારાસભ્ય સંતોકબેન જાડેજા, તેમના દિયર ભુરામુંજા જાડેજા ધારાસભ્ય હતા તો આજે કાંધલ જાડેજા પણ એન.સી.પી.ના ધારાસભ્ય છે. સિહોરના જનસંઘ વખતના ૧૯૭૨માં ચૂંટાયેલા હરિસિંહ ગોહિલ ધારાસભ્ય હતા તો તેમના પુત્ર સ્વ. મહાવીરસિંહ ગોહિલ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી સંસદસભ્ય હતાં. જામખંભાળિયાના પૂર્વ અપક્ષ ધારાસભ્ય સ્વ. હેમંતભાઈ માડમનો પરિવાર પણ હાલ રાજકારણમાં છે. પુનમ માડમ જામનગરના સંસદસભ્ય છે તો વિક્રમભાઈ માડમ જામખંભાળિયાના ધારાસભ્ય છે. એક ભાજપમાં અને બીજા કોંગ્રેસમાં છે તે અલગ વાત છે. પરંતુ રાજકારણમાં છે તે તો નોંધવું જ પડે. ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ સમા સ્વ. કેશુબાપાના પ્રધાનમંડળમાં જાહેર બાંધકામ ખાતાના જાંબાજ પ્રધાન તરીકે નામના મેળવનાર સ્વ. સવજીભાઈ કોરાટ બાદ તેમના પત્ની જશુમતીબેન કોરાટ ભાજપના ધારાસભ્ય પણ બન્યા હતાં અને રાજ્ય કક્ષાના મંત્રી પણ બન્યા હતા. ગુજરાતમાં પણ રાજકીય વારસો જાળવનારા પિતા-પુત્ર ભત્રીજાની યાદી ઘણી લાંબી છે.

How Nepotism Makes Indian Politics Hollow – Fifth Pillar – VIT
કેરળના ડાબેરી મોરચા સરકારના હાલના મુખ્યમંત્રી પી. વિજયનના જમાઈ પણ હાલ કેરળના ધારાસભ્ય છે. હૈદ્રાબાદના બહુચર્ચિત સાંસદ ઓવૈટન અને તેના પુત્ર બંને હાલ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે છે. જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી તરીકે શેખ અબ્દુલ્લા પણ હતાં. તેમના પુત્ર ડૉ. ફારૂક અબ્દુલ્લા પણ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પદનો તાજ પહેરી ચૂક્યા છે. જ્યારે ડૉ. ફારૂક અબ્દુલ્લાના જમાઈ પણ થોડાક સમય માટે મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યા છે. મુફ્તી મહમંદ સઈદ સાંસદ પણ હતા અને જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને તેમના પુત્રી મહેબુબા મુફતી પણ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી ભાજપની ભાગીદારીવાળી જમ્મુ કાશ્મીરની સરકારમાં મુખ્યમંત્રી હતાં.

Forget Bollywood, Indian Politics Encourages Nepotism Like No Other  Profession
માત્ર ૧૩ દિવસ માટે દેશના વડાપ્રધાન રહી ચૂકેલા અને યુપીના પીઢ ખેડૂત નેતા ચૌધરી ચરણસિંઘના પુત્ર અજીતસંહ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે. તો તેમના પુત્ર જયંત ચૌધરી પણ સંસદ સભ્યપદ ભોગવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શંકરરાવ ચવ્હાણના પુત્ર અશોક ચવ્હાણ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે. ગોવામાં પણ પ્રથમ મુખ્યમંત્રી ધ્યાનંદ બાંદોડકર બાદ તેમના પુત્રી સુશીલા કાકોડકર પણ મુખ્યમંત્રી બન્યા હતાં. ટૂંકમાં રાજકીય વંશવાદની યાદી હજી લાંબી છે. કોઈ પક્ષ બાકી નથી અને ભાગ્યે જ કોઈ રાજ્ય બાકી હશે. રાજકીય વંશવાદ ભારતના રાજકારણનો એક ભાગ બની ચૂક્યો છે.