Not Set/ સેક્સી સ્ટાર ઇમેજ ધરાવતી રાધિકા આપ્ટે હવે હોલીવુડમાં કામ કરવા ઇચ્છુક

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી  સ્ટાર રાધિકા પાસે  હિન્દીની સાથે સાથે અન્ય કેટલીક સાઉથની ફિલ્મો અને અંગ્રેજી ફિલ્મો પણ છે. જો કે તેની પાસે ઘણી હિન્દી પણ છે. રાધિકાનું નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજા થઇ જાય છે. રાધિકા આપ્ટેએ ટૂંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાનાં કારણે તમામ લોકોનાં મન […]

Uncategorized

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી  સ્ટાર રાધિકા પાસે  હિન્દીની સાથે સાથે અન્ય કેટલીક સાઉથની ફિલ્મો અને અંગ્રેજી ફિલ્મો પણ છે. જો કે તેની પાસે ઘણી હિન્દી પણ છે. રાધિકાનું નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજા થઇ જાય છે. રાધિકા આપ્ટેએ ટૂંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાનાં કારણે તમામ લોકોનાં મન જીતી લીધા છે. હવે રાધિકાનું સપનુ માત્ર બોલીવુડ અને હોલીવુડ સુધી જ મર્યાદિત નથી. તે વર્લ્ડ સિનેમાનો હિસ્સો બનવાની ઇચ્છા ધરાવે છે.

હોલિવુડ અને બ્રિટીશ સિનેમા સુધી જ તે મર્યાદિત રહેવા માટે ઇચ્છુક નથી. રાધિકાનું કહેવુ છે કે તે હોલિવુડની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે, તેને ચોક્કસપણે રોલ મળશે જ. રાધિકાએ વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ ફિલ્મ “વાહ” મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી. તે જે ફિલ્મમાં કામ કરી ચુકી છે તેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કબાલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી. રાધિકાનું કહેવુ છે કે દેશમાં મહિલાની સ્થિતી વધારે સારી બની રહી છે. બોલિવુડમાં ફિલ્મની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.  રાધિકાની છાપ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકેની બની છે. તે હોરર ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. જો કે હાલમાં તેની પાસે પારિવારિક ફિલ્મની ઓફર પણ આવી રહી છે. સાઉથની ફિલ્મમાં પણ તે કામ કરવાને લઇને ખુશ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.