ફાયરિંગ/ દિલ્હીના સુભાષ નગર વિસ્તારમાં 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ,2 લોકો ઇજાગ્રસ્ત

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિલ્હીના સુભાષ નગર વિસ્તારમાં 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે, જેમાં લગભગ 2 લોકો ઘાયલ થયા છે.

Uncategorized

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિલ્હીના સુભાષ નગર વિસ્તારમાં 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે, જેમાં લગભગ 2 લોકો ઘાયલ થયા છે. ફાયરિંગની આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. ફાયરિંગ બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે

ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયરિંગની આ ઘટનામાં 2 લોકોને ગોળી વાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબાર પરસ્પર દુશ્મનાવટને કારણે થયો હતો. ઘાયલોના નામ અજય ચૌધરી અને જસ્સા ચૌધરી છે. અજય ચૌધરી કશોપુર મંડીના પ્રમુખ છે.