Cricket/ રાહુલ બન્યો સુપરમેન, ઉચી છલાંગ લગાવી આ રીતે રોક્યો છક્કો, જુઓ Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 માં ટીમ ઈન્ડિયાને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે.

Sports
ગરમી 49 રાહુલ બન્યો સુપરમેન, ઉચી છલાંગ લગાવી આ રીતે રોક્યો છક્કો, જુઓ Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 માં ટીમ ઈન્ડિયાને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનાં બેટ્સમેનો જાણે બેટિંગ કરવાનુ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે આ વચ્ચે બેટિંગમાં શ્રેયશ ઐયર અને રિષભ પંતે ખાસ રમત બતાવી ફેન્સને મનોરંજન પુરુ પાડવાનુ કામ કર્યુ હતુ. ઉપરાંત ભારતની બોલિંગ સમયે એક ક્ષણ એવો પણ આવ્યો કે ક્રિકેટ ફેન્સને સુપરમેન જોવા મળી ગયો.

ગરમી 50 રાહુલ બન્યો સુપરમેન, ઉચી છલાંગ લગાવી આ રીતે રોક્યો છક્કો, જુઓ Video

કબૂલાત / અમારાથી અહીં ગરબડ થઈ હતી, પ્રથમ T-20 મેચમાં હાર બાદ વિરાટે જણાવ્યું…

આપને એવુ જરૂર લાગશે કે સુપરમેન કોણ? અમે આપને જણાવવા માંગીએ છીએ કે ગઇકાલે શુક્રવારે રમાયેલી ટી-20 મેચમાં સુપરમેન તરીકે કે.એલ.રાહુલ જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, કે.એલ.રાહુલ આ મેચમાં બેટ્સમેન તરીકે કઇ ખાસ કરી શક્યો નહતો. પરંતુ તેણે તેની ફિલ્ડિંગથી આ મેચમાં ફેન્સનું દિલ જીતી લીધુ હતુ. ઈંગ્લેન્ડની ઈનિગની પાંચમી ઓવર જ્યારે અક્ષર પટેલ કરવા માટે આવ્યો ત્યારે આ ઓવરનાં પહેલા બોલ પર જોસ બટલરે લોંગ ઓફ દિશામાં છક્કો મારવા માટે શોટ લગાવ્યો, જે દરમિયાન દરેકને લાગી રહ્યુ હતુ કે, આ શોટમાં છક્કો જ જશે પરંતુ અચાનક સુપરમેનની જેમ રાહુલ આવી આ છક્કાને રોકી દીધો હતો.

Cricket / પ્રથમ ટી-20માં હાર બાદ ફેન્સને યાદ આવ્યા હિટમેન રોહિત શર્મા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમનાં બેટ્સમેન ખાસ કંઈ કરી શક્યા નહોતા. ટીમ ઇન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 124 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શ્રેયસ ઐયરે 48 બોલમાં 67 રન બનાવ્યા હતા. વળી, ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ પણ 4 મેચમાં 1 રનનાં સ્કોર પર આ મેચમાં આઉટ થયો હતો. જો કે તેની આ ફિલ્ડિંગ જોઇ સ્ટેડિયમનાં દર્શકો ખૂબ જ ખુશ થયા હતા. તમે આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે કેએલ રાહુલે પોતાની ચપળતા બતાવી અને છક્કાને માત્ર 2 રનમાં પરિવર્તિત કર્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ