india news/ દક્ષિણ અમેરિકાની મુલાકાત અંગે ભાજપે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

અમિત માલવિયાએ રાહુલ ગાધીની દક્ષિણ અમેરિકાની મુલાકાતના હેતુ પર સવાલ ઉઠાવ્યા છે અને કોંગ્રેસ પાસેથી જવાબો માંગ્યા છે.

India Trending

26 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી દક્ષિણ અમેરિકાના પ્રવાસ પર છે, જો,કે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેમની યાત્રાના હેતુ પર સવાલ ઉઠાવ્યા છે અને કોંગ્રેસ પાર્ટી પાસેથી સ્પષ્ટતા માંગી છે. તેમણે બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીને ભારત પાછા ફરવાની સલાહ આપી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ છેલ્લા દસ વર્ષમાં રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોની તપાસની માંગ કરી છે.

X પરની એક પોસ્ટમાં, માલવિયાએ કહ્યું, “હવે 15 દિવસથી વધુ સમય થઈ ગયો છે અને તેમની મુલાકાતના વાસ્તવિક હેતુથી ધ્યાન હટાવવા માટે બનાવવામાં આવેલા કેટલાક વીડિયો સિવાય, બધુ જ મૌન છે.” માલવિયાએ તેમના અન્ય કાર્યો પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું, “રાહુલ ગાંધી ક્યાં છે અને તેઓ દક્ષિણ અમેરિકામાં શું કરી રહ્યા છે? આટલી ગુપ્તતા કેમ?”

ચૂંટણી આવી ગઈ છે, હવે પાછા આવો
શરૂઆતમાં, માલવિયાએ તેમના X હેન્ડલ પર લખ્યું હતું કે, “જો રાહુલ ગાંધી કોફી બનાવતા શીખી ગયા છે અને કોલંબિયામાં રજાઓ ગાળી રહ્યા છે, તો તેમણે ભારત પાછા ફરવું જોઈએ.” બિહારની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે, અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં મતદાન શરૂ થશે. મહાગઠબંધન ફરીથી હારશે. અને, હંમેશની જેમ, કોંગ્રેસ તેના ગુમ થયેલા નેતા સિવાય બધાને દોષી ઠેરવશે!”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bihar News/બિહારમાં NDA બેઠક વહેંચણી કરાર પૂર્ણ, આજે થશે ઔપચારિક ઘોષણા

આ પણ વાંચો: Mumbai News/“ભારત-UK રિલેશનના મૂળમાં લોકશાહી છે,” કીર સ્ટારમરને મળ્યા બાદ મોદીએ કહ્યું….

આ પણ વાંચો: Mumbai News/PM મોદી અને સ્ટારમર આજે વિઝન 2035 સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર થશે ચર્ચા