New Delhi/ રાહુલ અને પ્રિયંકા ગાંધી સામે દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, આકાશવાણી ભવન કેસમાં FIR નોંધાઈ

દિલ્હીમાં આકાશવાણી ભવનમાં બળજબરીથી પ્રવેશવા અને ધરણા કરવાના આરોપસર કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી (Rahul-Priyanka Gandhi) સામે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે.

Top Stories India
Rahul-Priyanka Gandhi સામે પોલીસ FIR

New Delhi:મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધન દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન અને કૂચ દરમિયાન કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Rahul-Priyanka Gandhi) સહિતના નેતાઓ આકાશવાણી ભવન (Akashvani Bhavan)માં પ્રવેશ્યા હતા. આ ઘટનાને લઈને દિલ્હી પોલીસે (Delhi Police)રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે કાયદેસરની એફઆઈઆર (FIR) નોંધી છે.

Rahul-Priyanka Gandhi :6 ઓક્ટોબરે આકાશવાણી ભવનમાં ઘૂસવાનો અને ધરણા કરવાનો આરોપ

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે ‘ઇન્ડિયા’ ગઠબંધનના   (INDIA alliance)નેતાઓએ સંસદ ભવનથી નિર્વાચન સદન તરફ કોઈ પણ અધિકૃત મંજૂરી વગર વિરોધ કૂચ કાઢવાની યોજના બનાવી હતી. પોલીસ દ્વારા બેરિકેડ્સ લગાવીને આ કૂચને રોકવામાં આવી હતી, જેના કારણે નારાજ થઈને અનેક વિપક્ષી નેતાઓ અને સાંસદો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા.

આ દરમિયાન સુરક્ષાઘેરો તોડીને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ (Opposition leaders)સંસદ માર્ગ પર આવેલા આકાશવાણી ભવન સંકુલમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી ગયા હતા. ઈમારતની અંદર જઈને આ નેતાઓએ આઠ કલાકથી વધુ સમય સુધી ધરણા અને પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.

પોલીસની અટકાયત અને અંતે FIR દાખલ

પોલીસે વારંવાર સ્થળ ખાલી કરવા માટે આહ્વાન કર્યું હોવા છતાં, જ્યાં સુધી ચૂંટણી પંચના અધિકારીઓ કે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત ન થાય ત્યાં સુધી ત્યાંથી ખસવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાત્રે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. હવે આ મામલે અનધિકૃત પ્રવેશ અને કાયદો ભંગ કરવા બદલ સત્તાવાર રીતે એફઆઈઆર નોંધવામાં આવી છે.


આ પણ વાંચો:જ્ઞાનેશ કુમાર દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર, PM મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

આ પણ વાંચો:મુખ્ય ચૂંટણી કમિશનરના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

આ પણ વાંચો:મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળી ‘Z’ કેટેગરીની સુરક્ષા, IB તરફથી ધમકીના મળ્યા હતા ઇનપુટ