Not Set/ રેલ્વેનાં મામુલી ભાવ વધારા સામે વલોપાત કરતા પહેલા, આપણી મનોવૃતીને પણ સમજવી જરુરી છે..

એક નવી ઇનીગ્સ સાથે ૨૦૨૦ શરુ થઇ ચુક્યું છે. હજુ જો કે, હજુ કંઈ ખાસ કહી શકાય તેવું પણ નવું નથી લાગી રહ્યું. બધું જ એઝ યુઝવલ જ લાગી રહ્યું છે. તે જ સવાર…તે જ પ્રકારે રોજ આથમતી સાંજ…અને તે જ દિવસો. ફરી આપણે આપણા તે જ રાબેતા મુજબના દિવસોમાં લાગી પણ ગયા છીએ. પરંતુ […]

Top Stories
rina brahmbhatt1 રેલ્વેનાં મામુલી ભાવ વધારા સામે વલોપાત કરતા પહેલા, આપણી મનોવૃતીને પણ સમજવી જરુરી છે..

એક નવી ઇનીગ્સ સાથે ૨૦૨૦ શરુ થઇ ચુક્યું છે. હજુ જો કે, હજુ કંઈ ખાસ કહી શકાય તેવું પણ નવું નથી લાગી રહ્યું. બધું જ એઝ યુઝવલ જ લાગી રહ્યું છે. તે જ સવાર…તે જ પ્રકારે રોજ આથમતી સાંજ…અને તે જ દિવસો. ફરી આપણે આપણા તે જ રાબેતા મુજબના દિવસોમાં લાગી પણ ગયા છીએ. પરંતુ વહેતા સમયમાં લોકોને ઝટકો તો ત્યાં લાગ્યો કે , જ્યાં નવા વર્ષમાં કઇંક સાર સમાચારની તલાશ હોય છે. પરંતુ તેને બદલે રેલવેના વધારવામાં આવેલ ભાડા અને ગેસ સીલીન્ડરનાં ભાવમાં વધારો જેવા સમાચારોએ લોકોને નવ વર્ષના પ્રારંભમાં જ બેડ ફિલ કરાવ્યું. જો કે, મોંઘવારી પાછલા કેટલાક સમયથી રોકેટ ગતિએ આગળ વધી રહી છે.

મોંઘવારી અને મંદી , ગરીબી અને બેકારી, બેરોજગારી અને ઘટતો જીડીપી જેવી બાબતો ભારતીયો માટે હવે પાર્ટ ઓફ લાઈફ બની ચુક્યા છે. પરંતુ નવ વર્ષની પૂર્વસંધ્યા લોકો માટે ઉત્સાહનો સંચાર કરતી હોય છે. નાણામંત્રી નિર્મલા સીતારામને ૧૦૨ લાખ કરોડની યોજનાઓની જાહેરાત પણ બરાબર આ સમયે કરી છે. પરંતુ આ સમય માંગતી બાબત છે. બીજુ કે, લોકોને પણ અનુભવ છે કે, અમલીકરણ અને જાહેરાત બંનેમાં જમીન આસમાનનો ફર્ક હોય છે. અરે મોટાભાગે તો નાણા ફાળવ્યા બાદ પણ ફંડ વર્ષાન્તે જેમના તેમ પડ્યા રહેતા હોય છે. તેથી લોકો ઈકોનોમી માટેના બુસ્ટર ડોઝ તરફ ખાસ ધ્યાન નથી આપી રહ્યા.

વેલ, મુદ્દાની વાત કરીએ તો ભારતીયો માટે રેલ્વે તે જાહેર પરિવહન માટેનું સસ્તું અને સુલભ સાધન છે. સસ્તી યાત્રા ની સાથે સાથે સલામતી અને વળી દુર સુદુરની યાત્રા માટે આરામદાયક રેલ્વે તે ગરીબો જ નહિ બલકે અમીરો માટે પણ મુખ્ય પસંદ હોય છે. અને વળી ગરીબો કે મધ્યમવર્ગ માટે તો આ પોષાતું સાધન છે. તેવામાં ભાડામાં જ્યારે નજીવો વધારો પણ થાય કે લોકોના ભવા ખેંચાઈ જાય છે. અને અત્યારે પણ રેલ્વે એ કિલોમીટરે ૪ પૈસાનો જ વધારો કર્યો છે. જે સાવ સામાન્ય છે. પરંતુ જે લોકો લાંબી યાત્રા કરતા હોય તેમને આ વધારો જરૂર સ્પર્શે.

જો કે, રેલ્વે એ આ અગાઉ ૨૦૧૪-૧૫ માં યાત્રી ભાડામાં ૧૪.૨ % અને માલ ભાડામાં ૬.૫ % નો વધારો કર્યો હતો. જેની તુલનામાં આ વધારો આમ તો નજીવો જ છે. વધુમાં આ વધારા અંગે રેલ્વેનું કહેવું છે કે, સમયની માંગ મુજબ લોકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે ભાવ વધારો કરવો જરૂરી બન્યો છે. આ નાણા નો ઉપયોગ રેલ્વે સ્ટેશનો અને રેલ્વે નેટવર્કને મજબુત કરવા માટે કરવામાં આવશે. જો કે, વાતમાં દમ પણ છે. ક્યાં સુધી લોકો બાબા આદમ સમયની સુવિધાઓ સાથે યાત્રા કરે? સમય સાથે તાલ મિલાવવા સુધારા-વધારા કરવા પણ જરૂરી છે.

તેજસ જેવી ટ્રેનો ભારતની શાન દેશમાં જ નહિ પણ વિદેશી યાત્રીઓ સમક્ષ પણ ઉભી કરે છે. ભારત બુલેટ ટ્રેન ના સપના જોઈ રહ્યું છે. ત્યારે દેશમાં લાંબા અંતરની ટ્રેનોમાં પણ વત્તા ઓછા સુધારા થવા જોઈએ. વળી ભારતમાં દેશ-વિદેશથી આવતા પર્યટકો પણ ભારતીય રેલ્વે તંત્રની અઘોર હાલત જોઈ ભારતીય રેલ્વેની એક ઈમેજ બનાવી દેતા હોય છે. કહેવાનો આશય છે કે, રોડ-રસ્તા, જાહેર પરિવહન જેવી બાબતો જે તે દેશનો ચહેરો હોય છે. તેનાથી દેશની ફર્સ્ટ ઇમ્પ્રેસન બંધાય છે. સુવિધા તો છે જ પણ ઈમેજ પણ છે.

વધુમાં, પાછલા મહીને જ સંસદમાં રજુ કરવામાં આવેલ કેગના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, રેલ્વેની પરિચાલન લાગત દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં આ અનુપાત દસ વર્ષના ઉચ્ચ સ્તર ૯૮.૪૪ % જેટલી છે.તેનો મતલબ તે છે કે, રેલવેને રૂ.૧૦૦ કમાવવા માટે સામે ૯૮.૪૪ રૂપિયા ખર્ચ કરવો પડે છે. કેગ ના રીપોર્ટ અનુસાર, રેલવેનો પરિચાલન અનુપાત ૨૦૧૫-૧૬ માં ૯૦.૪૯ %, ૨૦૧૬-૧૭ માં ૯૬.૫ % રહ્યું અને હવે ૯૮.૪૪ % એ પહોચ્યો છે.

જેને પગલે કેગે ભલામણ કરી હતી કે, રેલ્વે એ આવક વધારવા માટેના ઉપાય કરવા જોઈએ. જેથી કરીને સકલ અને બજેટિય સંશાધનો પર તેની નિર્ભરતા ઓછી થાય. ત્યારે આ સ્થિતિમાં રેલ્વે પાસે ભાડા વધારવા સિવાય કોઈ ઉપાય બચતો નથી. જે વાત લોકોએ પણ સમજવી જ જોઈએ.

નહીંતર રેલ્વે ના હાલ હવાલ પણ ધીમી અને મક્કમ ગતિએ એર ઇન્ડીયા જેવા થાય. જેમાં કોઈ શક નથી. બીજી તરફ આપણે જ્યાં મામુલી ભાવ વધારામાં પણ વલોપાત કરીએ છીએ ત્યાં આપણી મનોવૃત્તિ તરફ પણ એક નજર નાખવી જોઈએ. આજથી લગભગ બે વર્ષ પહેલા જ ફૂલ ફેસીલીટી સાથે મુંબઈ થી શરુ કરવામાં આવેલ ટ્રેનમાંથી લોકો એ ભરપુર માત્રામાં ચોરી કે ઉઠાંતરી કરી હતી. હેડફોન થી લઈને ટોવેલ અને બીજી કઈ કેટલીય મામુલી ચીજો લોકો ઉઠાવી ગયા હતા. વિચારો કે સરકાર આપણને સુવિધા આપે તો પણ કેવી રીતે આપે ? આપણે સુવિધાને લાયક છીએ ખરા ? આપણે પણ ક્યાંક તો દોષિત છીએ જ. અને આ માનસિકતા ખરેખર તો બદલવી જ પડે.

બધું જ સરકાર પર નાખી દેવાથી કે સરકારને ભાંડવા માત્રથી પૂરું નથી થઇ જતું. ક્યાંક આપણી પણ જવાબદારી તો આવે જ છે. બુલેટ ટ્રેન માં ઉડવાના સપના જોતા પહેલા તમીજદાર પણ બનવું પડશે. અને ક્યાંક ભાવ વધારા પણ કબુલવા પડશે…

@ પત્રકાર-કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી……………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.