Gujarat Rain Forecast/ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, આઠ જિલ્લા માટે આ અઠવાડિયું ભારે

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભયજનક છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે.  ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાંઆગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 84 રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, આઠ જિલ્લા માટે આ અઠવાડિયું ભારે

Gandhinagar News:  ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભયજનક છે. આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે.  ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાંઆગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આવી ગઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ તૂટી પડશે.

આજે ગુજરાતના લગભગ 25 જિલ્લામાં ભારે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યના આઠ જિલ્લા માટે આગામી એક કલાક ભારે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ આવશે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ તૂટી પડશે. રાજ્યના 15 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે.

ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે. અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત