બિપોરજોય ઈફેક્ટ/ રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, 40 કિમીની ગતિએ પવન ફૂંકાવવાની પણ સંભાવના

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા  બિપોરજોયના વાવાઝોડાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં આગામી  3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. સાથેજ 40 કિમીની ગતિએ પવન ફૂંકાવવાની પણ સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.  આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, […]

Top Stories Gujarat

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા  બિપોરજોયના વાવાઝોડાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં આગામી  3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના તેમજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. સાથેજ 40 કિમીની ગતિએ પવન ફૂંકાવવાની પણ સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.  આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને વલસાડ,નવસારી, તાપી, ડાંગ, વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ સાથે જ સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર સાબદું બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે.

બિપરજોય વાવાઝોડાને 14-15મી જૂને તોફાની પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં  દેવભૂમિ-દ્વારકા, જામનગર, કચ્છમાં માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જયારે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

પવનની ગતિની ચેતવણી આપતો મેપ. 

જાફરાબાદ બંદર પર દરિયો બન્યો તોફાની બનતા દરિયાકાંઠે આવેલા શિયાળ બેટ સહિત 9 ગામડાંને કરાયા એલર્ટ કરાયા છે. જયારે દેવભૂમિ દ્વારકામાં સંભવિત વાવાઝોડાને પગલે રેડ એલર્ટને પગલે 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જીલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેરકરવામાં આવી છે. પોરબંદરમાં પણ વાવાઝોડાના ખતરાને પગલે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ખોટી અફવાઓથી દુર રહેવા કલેક્ટર ધ્વારા  અપીલ પણ કરાઈ છે.સાથે જ  અધિક જીલ્લા કલેકટરે વાવાઝોડાની આગાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી કલમ 144 લાગુ કરી જાહેરનામું બહાર પાડ્યું  છે.

આવતીકાલે એટલે કે 12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. તો 13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.