Not Set/ #વરસાદ/ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માવઠાં, ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતી

દરિયામાં ફરી હવાનું દબાણ સર્જાતા ગુજરતાનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માવઠાં જોવામાં આવ્યા છે. ગઇ કાલથી જ મૌસમે પલટો લઇ લીધો હતો અને કેરલમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઇ કાલે હવામાન વિભાગ દ્વારા આમતો આગાહી પણ આપવામાં આવી હતી કે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ તો દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વરસાદ વરસવાની ભીતી છે. તો આજે આગાહી […]

Top Stories Gujarat Others

દરિયામાં ફરી હવાનું દબાણ સર્જાતા ગુજરતાનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માવઠાં જોવામાં આવ્યા છે. ગઇ કાલથી જ મૌસમે પલટો લઇ લીધો હતો અને કેરલમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઇ કાલે હવામાન વિભાગ દ્વારા આમતો આગાહી પણ આપવામાં આવી હતી કે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ તો દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વરસાદ વરસવાની ભીતી છે. તો આજે આગાહી અનુસાર ભાવનગર, અમરેલી, દિવ અને સુરતની દરયાઇ પટ્ટી પર વરસાદનું જોર જોવામાં આવ્યું હતુ અને વરસાદી આફતે ફરી દેખા દીધા હતા. માવઠાંને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવશે તેવુ જણાઇ રહ્યું છે.

ભાવનગર

તળાજા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો. વહેલી સવારમાં જ ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું. તળાજાનાં દાઠા, બોરડા, રાણીવાડા ગામોમાં વરસાદી માવઠાંથી ખેડૂતોનાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવવામાં આવી રહી છે. આપને જણવી દઇએ કે, કપાસ, મગફળી જેવા પાકને આ સમયે વરસાદથી વ્યાપક નુકસાન થાય છે.

દીવ – પોરબંદર પટ્ટી

સવારથી ધીમીધારે વરસાદ નોંધવામાં આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે ખેડૂતોમાં ચિંતાનાં માહોલમાં વધારો કર્યો હતો.  વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હોવાથી આવનાર દિવસમાં વરસાદી કહેર વર્ષે તેવી પણ ભીતી જોવામાં આવી રહી છે. પોરબંદર વિસ્તારમાં પણ ભારે વરસાદી વાતાવરણ જામી જતા ધેડ અને બરડા પંથકનાં ખેડૂતોનાં માંથે ચિંતાની લકીરો જોવામાં આવી રહી છે.

અમરેલી

સાવરકુંડલામાં વાતાવરણમાં જબરદસ્ત પલટો જોવામાં આવ્યો હતો અને ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદે એન્ટ્રી મારી હતી.  વરસાદથી ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીંતી જોવામા આવી રહી છે.

સુરત

જીલ્લાનાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધવામાં આવ્યો. હવામાન વિભાગની આગાહીને અનુસાર દિવાળીનાં તહેવાર સમયે વરસાદથી લોકોમાં ચિંતા જોવામાં આવી રહી છે. માંદીનાં મારમાં ભીસાતા લોકોને માવઠાંનાં ડામ આકરા લાગે તેવી લાગણી જોવામાં આવી રહી છે. અડાજણ, અઠવાલાઇન્સ ,પીપલોદમાં ધોધમાર વરસાદ જોવામાં આવ્યો, તો વેસુ, નાનપુરા ,ઉધના સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.