અશ્લીલ ફિલ્મો બનાવવા અને સેલ કરવાના મામલે ધરપકડ કરાયેલા પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને આજે (શુક્રવારે) પોલીસ કસ્ટડીનાં અંતિમ દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાને મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે, તેણે હવે 27 જુલાઈ, 2021 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. રાજ કુંદ્રા સિવાય તેના સહાયક રયાન થોર્પેની પોલીસ કસ્ટડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
Maharashtra: Police produced Shilpa Shetty's husband & businessman Raj Kundra and Ryan Thorpe before Magistrate Court and sought 7 days further police custody, in connection with a case relating to the production of pornographic films
— ANI (@ANI) July 23, 2021
જણાવી દઈએ કે, રાજ કુંદ્રાને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈએ ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રાજ કુંદ્રા અને રયાન થોર્પેને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેમની કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરી હતી. કોર્ટે પોલીસની અરજીને સ્વીકારતા રાજ કુંદ્રા અને રયાન થોર્પેને 27 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. બંનેને કોર્ટમાંથી સીધા પાછા મહારાષ્ટ્રની બાયકુલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.
Maharashtra: Businessman Raj Kundra & one Ryan Thorpe have been sent to police custody till 27th July
(File pic) pic.twitter.com/SGLb8xJTwg
— ANI (@ANI) July 23, 2021
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે શિલ્પા શેટ્ટીનાં પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા અને રયાન થોર્પેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને અશ્લીલ ફિલ્મોનાં નિર્માણ સંબંધિત કેસમાં 7 દિવસ વધુ પોલીસ કસ્ટડી માંગી હતી. મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસને શંકા છે કે અશ્લીલ કમાણી દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ઓનલાઈન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે રાજ કુંદ્રાનાં યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ આફ્રિકા ખાતા વચ્ચેનાં વ્યવહારની તપાસ થવી જોઈએ. આ દરમ્યાન એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે પોલીસ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે.
