News/ રાજસ્થાન સરકારનો નિર્ણય, પરિવારોને મળશે મફત આરોગ્ય વીમો

રાજ્યના દરેક પરિવારને પાંચ લાખનો સ્વાસ્થ વીમો મફત

India

રાજસ્થાનની ગહેલોત સરકારે રાજ્યના તમામ પરિવારને હેલ્થ ઇન્સયુરન્સ આપીને મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ વીમા યોજના  અમલી બની જશે અને રાજ્યના દરેક પરિવારને પાંચ લાખનો સ્વાસ્થ વીમો મફત આપવામાં આવશે. મફત વીમો આપનાર રાજસ્થાન  દેશમાં પ્રથમ રાજ્ય બન્યુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ કેશલેશ રજિસ્ટર્ડ આજથી જ અમલી બની જશે. અમારી સૌથી મોટી સ્વાસ્થ વીમા યોજના છે. અમારી યોજનાનો ઉદ્દેશ રાજસ્થાનના દરેક પરિવારને સ્વાસ્થ સેવા મળી રહે . પ્રત્યેક પરિવાર યોજનામાં રજિસ્ટર્ડ કરાવીને નિશ્વિત બની જાય, સ્વાસ્થ સેવા મફત મળી રહેશે.

 

રાજ્યના સ્વાસ્થમંત્રી ડો.રઘુશર્માએ જણાવ્યું હતું કે 1લી મે થી યોજનાને લાગુ કરી દેવામાં આવશે અને લાભાર્થીઓને લાભ મળતો થઇ જશે. તેમણે  જમાવ્યું હતું કે રાજ્યના દરેક પરિવારને પાંચ લાખનો મફત સારવાર ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કરવામાં આવશે, આ યોજના અતર્ગત જુદી જુદી બીમારીઓના 1576 પેકેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીને રિપોર્ટ દવા અને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ  બાદ પણ 15 દિવસનો ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના બજેટમાં આ સ્વાસ્થ યોજનાને મજૂરી આપવામાં આવી છે.