હાઇકોર્ટ/ રાજસ્થાન હાઇકોર્ટે પુરૂષ પરિણીત મહિલાના લિવ-ઇન રિલેશનશીપને ગેરકાયદે ઠરાવી

.ન્યાયમૂર્તિ સતીશકુમાર શર્માની સિંગલ જ્જ ખંડપીઠે આ મુદ્દે અરજદારોની પોલીસ રક્ષણ પૂરૂ પાડવાની માગણી પણ ફગાવી દીધી

India
high court રાજસ્થાન હાઇકોર્ટે પુરૂષ પરિણીત મહિલાના લિવ-ઇન રિલેશનશીપને ગેરકાયદે ઠરાવી

દેશમાં લિવ ઇન રિલેશનશીપનો રાફડો ફાટયો છે આજની યુવા પેઢી લિવ ઇનમાં રહેવાનું પસંદ કરતી થઇ છે જો ના ફાવે તો કરાર તોડી નાંખવામાં આવે છે ,આ કુંવારા લોકો વધુ લિવ ઇનમાં રહે છે રાજસ્થાન  હાઇકોર્ટે પુરૂષ અને પરિણીત સ્ત્રી વચ્ચેની લિવ-ઇન રિલેશનશીપને ગેરકાયદે ઠરાવી છે.ન્યાયમૂર્તિ સતીશકુમાર શર્માની સિંગલ જ્જ ખંડપીઠે આ મુદ્દે અરજદારોની પોલીસ રક્ષણ પૂરૂ પાડવાની માગણી પણ ફગાવી દીધી છે. અરજદારોએ પ્રતિવાદીઓ દ્વારા એમને અપાતી ધમકીના સંદર્ભે એમના માથે જીવનું જોખમ હોવાની, કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં રહેતી પરિણીત મહિલા ઉમર 30 અને પુરૂષ ઉમર 27એ સંયુક્તપણે કરેલી અરજીની સુનાવણી દરમિયાન એમના વકીલે જણાવ્યું કે બંને અરજદારો પુખ્ત છે અને સંમતિપૂર્વક લિવ-ઇન રિલેશનશીપમાં જોડાયા છે.આ જોડા પૈકી મહિલા પરિણીત છે, પરંતુ એના પતિ દ્વારા કરાતી શારીરિક સતામણીના લીધે એને અલગ રહેવા માટે ફરજ પડી છે.કેસના પ્રતિવાદી એવા મહિલાના પતિ અને એના પરિવારના વકીલે કોર્ટને જણાવ્યું કે બંને અરજદારો વચ્ચેનો સંબંધ ગેરકાયદે, સમાજવિરોધી અને કાયદાવિરોધી પણ છે. તેઓ રક્ષણ મેળવવાને લાયક નથી.

ન્યાયમૂર્તિ સતીશકુમાર શર્માએ જણાવ્યું કે બંને પક્ષોએ રજૂ કરેલા બધા દસ્તાવેજો તપાસ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે મહિલા અરજદાર પરિણીત છે અને છતાં પતિ સાથે છૂટાછેડા લીધા વિના પુરૂષ અરજદાર સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહે છે. આ પ્રકારની લિવ-ઇન રિલેશનશીપ ગેરકાયદે રિલેશનશીપની શ્રેણીમાં આવે છે. આ ઓર્ડર ગઇ તા. ૧૨ ઓગસ્ટે અપાયો હતો.