Bollywood/ રાજીવ કપૂરનો અગ્નિદાહ પણ શાંત ન તો થયો કે, રણબીર કપૂરના ભાઈના ઘરે પડ્યા દરોડા

ઇડીએ અરમાનના ઘરે પણ દરોડા પાડ્યા છે. દરોડા મંગળવારે પાડવા આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન અરમાન જૈનનાં મામા રાજીવ કપૂરનાં મોતનાં સમાચાર આવ્યા,

Entertainment
a 105 રાજીવ કપૂરનો અગ્નિદાહ પણ શાંત ન તો થયો કે, રણબીર કપૂરના ભાઈના ઘરે પડ્યા દરોડા

રણબીર કપૂરના કઝીન ભાઈ અરમાન જૈનને ઇડીએ સમન્સ પાઠવ્યું છે. આ સમન્સ મની લોન્ડરિંગ મામલામાં મોકલવામાં આવ્યું છે. હકીકતમાં, શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈક સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અરમાન જૈનનું નામ પણ સામે આવ્યું છે, ત્યારબાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ અરમાન જૈનને સમન્સ મોકલ્યું છે.

એક ખાનગી માધ્યમના અહેવાલ મુજબ ઇડીએ અરમાનના ઘરે પણ દરોડા પાડ્યા છે. દરોડા મંગળવારે પાડવા આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન અરમાન જૈનનાં મામા રાજીવ કપૂરનાં મોતનાં સમાચાર આવ્યા, ત્યારબાદ તેની માતા રીમા જૈનને તેમના ઘરે જવાની છૂટ આપી હતી. અહેવાલ અનુસાર, કેટલાક કલાકો સુધી દરોડા પાડ્યા બાદ અરમાન જૈનને રાજીવ કપૂરના ઘરે પણ જવા દેવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, અરમાન જૈન પહેલા ઇડીએ આ મામલે ઘણા લોકોની પૂછપરછ કરી છે. આ સાથે જ આ મામલે પ્રતાપ સરનાઈકની પણ પૂછપરછ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, અરમાન જૈન રાજ કપૂરની નાની પુત્રી રીમા જૈનનો પુત્ર છે. રણબીર કપૂર, કરીના કપૂર અને કરિશ્મા કપૂર તેના કઝીન ભાઇ-બહેન છે.

અરમાન જૈન થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા, જેમાં આખા કપૂર પરિવારમાં ખૂબ ધમાલ મચાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ