Rajkot News : રાજકોટમાં સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે. શહેરમાં નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા એક શખસે વાતચીત કરવાના બહાને સગીરાને રોકી હતી. ત્યારબાદ પોતાની ઓળખ ગ્રીનલેન્ડ ચોકડી પાસે સ્પા સેન્ટર ચલાવતા વ્યક્તિ તરીકે આપીને તેને નોકરીની લાલચ (Spa Job Offer)આપી હતી. આ દરમિયાન આરોપીએ સગીરા સાથે છેડતી (Rajkot Minor Harassment)કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીની હરકતો કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સીસીટીવીમાં આરોપીની હરકતો કેદ
મળતી માહિતી મુજબ, આરોપીએ સૌપ્રથમ સગીરાની ઉંમર પૂછી હતી. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેનું સ્પા સેન્ટર છે. ત્યાં સગીરાની ઉંમરનાં છોકરા-છોકરીઓ કામ કરે છે અને વિવિધ એક્ટિવિટીમાં જોડાય છે તેમ કહી તેને પણ નોકરી પર જોડાવાની લાલચ (Spa Job Offer)આપી હતી. આ વાતચીત દરમિયાન આરોપીએ સગીરા સાથે અયોગ્ય વર્તન અને છેડતી (Rajkot Minor Harassment)કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઘટનામાં નંબર પ્લેટ વગરના બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
પોક્સો હેઠળ ગુનો, 20 દિવસથી આરોપીની શોધખોળ
ઘટનાની જાણ થતાં જ સગીરાના પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પોક્સો (POCSO Case)સહિતની સંબંધિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, પરિવારના જણાવ્યા પ્રમાણે ઘટનાને આશરે 20 દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી પોલીસની પકડથી દૂર છે. આટલો સમય પસાર થવા છતાં આરોપી નહીં ઝડપાતાં પરિવારની ચિંતા વધી છે.
પિતાએ ડેપ્યુટી CM હર્ષ સંઘવીને કરી અપીલ
સગીરાના પિતાએ આ ઘટનાને ગંભીર ગણાવી આરોપીને તાત્કાલિક પકડી પાડવાની માગ કરી છે. તેમણે જણાવ્યું કે નાની દીકરીઓને સ્પામાં નોકરીની લાલચ આપીને ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા છે. એક પિતા અને જાગૃત નાગરિક તરીકે આવા તત્વો સામે કાર્યવાહી થવી જરૂરી છે.
તેમણે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જવાબદાર તંત્રને અપીલ કરી છે કે આરોપીને ઝડપથી પકડી તેની પૂછપરછ કરવામાં આવે અને સ્પાના નામે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે રેકેટ (Spa Racket)ચાલતું હોય તો તેનો પણ પર્દાફાશ કરવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.
આ ઘટનાએ રાજકોટમાં પોલીસ પેટ્રોલિંગ અને જાહેર સ્થળોએ મહિલાઓ તથા સગીરાઓની સુરક્ષા (Minor Girl Safety)અંગે પણ સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં આરોપી ક્યારે ઝડપાય છે અને સ્પા સેન્ટર અંગેની પરિવારની આશંકા અંગે શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: મહિલા કલેક્ટર સાથે છેડતીનો આરોપ: MLA સામે હાઈકોર્ટ લાલઘૂમ, સરકારને ફટકાર
આ પણ વાંચો: સોલામાં મેડિકલની વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ: પતિના મિત્રએ ઘરે આવી ટી-શર્ટ ફાડી
આ પણ વાંચો: મુંબઈ લોકલમાં છેડતીનો વિરોધ કરવા બદલ યુવતીને ટ્રેનમાંથી ધક્કો, 16 ટાંકા અને હાથ કપાયો
