Bhavnagar News: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા (Mahua) નગરપાલિકા ભાજપ (Bhajap)નો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સિહોર (Sihor) બાદ મહુવામાં પણ ભાજપમાં ભંગાણ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તાજેતરમાં મહુવા નગરપાલિકાના બજેટ (Budget)માં વિરોધ પક્ષે સહમતી આપી પરંતુ ભાજપના જ 19 સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો, જેના પડઘા પ્રદેશ સુધી પહોંચ્યા છે.
ભાવનગર જિલ્લામાં નગરપાલિકા (Corporation)ની ચૂંટણી જાહેર થતાં જ ભાજપમાં આંતરિક વિવાદ ઉછળ્ય હતો. જ્યારે વધુ એક વાર મહુવામાં આંતરિક ખટરાટ સામે આવ્યો છે. જેમાં તાજેતરમાં મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાએ રૂપિયા 5 કરોડની પુરાંતવાળું બજેટ રજુ કર્યું હતું. જેની સામે વિરોધ પક્ષમાંથી ભાજપમાં ભળેલા 5 સભ્યોએ બજેટની તરફેણમાં મતદાન કર્યું હતું તેમજ કોંગ્રેસ પક્ષના 5 સભ્યો ગેરહાજર રહ્યાં હતા અને એક હાજર સભ્ય અલ્તાફભાઇ બદામીએ બજેટની ફેવરમાં મતદાન કર્યુ હતુ. પરંતુ દરમિયાન ભાજપના 19 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો.
જોકે, ભાજપ શાસિત મહુવા નગરપાલિકાનું બજેટ ભાજપના જ સભ્યો દ્વારા નામંજૂર કરવાની ચાલતી હિલચાલ ભાજપ સંગઠને ગંધ આવી જતા ભાજપના આગેવાનો નારાજ સભ્યોને મનાવવા પહોંચી ગયા હતા અને જિલ્લા ભાજપ દ્વારા મહુવા નગરપાલિકાના ભાજપના સભ્યોને બજેટ મંજૂર કરવા માટે ભાજપ તરફથી વ્હીપ આપી હતી. તેમ છતાં ભાજપ નારાજ સભ્યો દ્વારા બજેટ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું. ત્યારે ભાજપમાં થયેલ વિવાદ હવે મોટી ઉથલ પાથલ લાવે તેવી સંભાવના લાગી રહી છે.
ભાજપ શાસિત અમરેલી (Amreli) નગરપાલિકામાં લાંબા સમયથી ચાલતો આંતરિક કલહ હવે સામે આવ્યો હતો. અમરેલી નગરપાલિકાના ચેરમેને અચાનક એજન્ડા બોલાવી સભા મોકૂફ કરી દેતાં હોબાળો થયો હતો. ઘણા સમયથી ભાજપના સભ્યો વચ્ચે વિવાદની સ્થિતિ હતી જે આજે વધુ વધી હતી. ભાજપના કુલ 34 પૈકી 18 સભ્યોએ પાલિકા અધ્યક્ષ સામે નારાજગી વ્યક્ત કરી ચીફ ઓફિસર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 17 ઓક્ટોબરના રોજ અમરેલી નગરપાલિકાના અધ્યક્ષે સામાન્ય સભાનો એજન્ડા તૈયાર કર્યો હતો. પરંતુ બેઠકના 20 કલાક પહેલા અચાનક જ ગેરબંધારણીય રીતે બેઠક સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે ભાજપના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમરેલી નગરપાલિકામાં વહીવટ મનસ્વી રીતે ચાલી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
@હિરેન ચૌહાણ
આ પણ વાંચો:રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વીડિયો વાયરલ
આ પણ વાંચો:વીરપુર જલારામ બાપા વિશે ટિપ્પણી મામલે સાંસદ પરિમલ નથવાણીએ X પર કરી પોસ્ટ