Rajkot News/ રાજકોટમાં 10 વર્ષની બાળકીને જાહેરમાં હાથ પકડી સ્પામાં નોકરીની ઓફર આપનાર આરોપી પોલીસ પકડથી દૂર

Rajkot : રાજકોટના રૈયા રોડ પર 10 વર્ષની બાળકીની છેડતીના CCTV ફૂટેજ સામે આવ્યા, ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો, 20 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર, પિતાએ ન્યાય માગ્યો

Gujarat Rajkot Breaking News
rajkot

Rajkot News : રાજકોટમાં 10 વર્ષની બાળકીની છેડતીનો ચકચારી મામલો સામે આવ્યો છે. શહેરના રૈયા રોડ પર 5 નવેમ્બરે બનેલી ઘટનાના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. ફૂટેજમાં નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલો એક શખ્સ જાહેરમાં બાળકીનો હાથ પકડીને તેને સ્પામાં નોકરીની ઓફર કરતો દેખાય છે. આ મામલે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધાયો છે, છતાં 20 દિવસ બાદ પણ આરોપી પકડાયો નથી.

Rajkot : રૈયા રોડ પર જાહેરમાં બાળકી સાથે અડપલાં

5 નવેમ્બરની આ ઘટનાના CCTV ફૂટેજમાં જોવા મળે છે કે નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા શખ્સે રૈયા રોડ (Raiya Road) પર જાહેરમાં બાળકી સાથે અડપલાં કર્યાં હતા. તેણે બાળકીનો હાથ પકડી તેને સ્પામાં નોકરી કરવાની ઓફર કરી હતી. ફૂટેજમાં દેખાતી આ હરકતથી ચકચાર મચી ગઈ છે.

CCTV જોઈ બાળકીના પિતા પણ ચોંકી ઉઠ્યા

rajkot
rajkot-raiya-road-girl-molestation-cctv-case

CCTV ફૂટેજ જોઈને બાળકીના પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. પિતાએ આ ફૂટેજ શેર કરીને (CCTV Footage) પોતાની દીકરીને ન્યાય અપાવવા માગ કરી છે.

ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો, આરોપી હજુ ફરાર

આ મામલે ગાંધીગ્રામ પોલીસે (Gandhigram Police) પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે ઘટનાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.

પોલીસ કાર્યવાહી સામે સવાલ

આરોપી ન પકડાતા રાજકોટ પોલીસ (Rajkot Police)ની કાર્યવાહી સામે સવાલ ઊભા થયા છે. સ્થાનિકોમાં પણ બાળકીની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે અને બાળ સુરક્ષા (Child Safety)ના મુદ્દે તંત્ર સક્રિય બને તેવી માગ ઊઠી છે.


 આ પણ વાંચો: મહિલા કલેક્ટર સાથે છેડતીનો આરોપ: MLA સામે હાઈકોર્ટ લાલઘૂમ, સરકારને ફટકાર

 આ પણ વાંચો: સોલામાં મેડિકલની વિદ્યાર્થિની સાથે છેડતીનો પ્રયાસ: પતિના મિત્રએ ઘરે આવી ટી-શર્ટ ફાડી

 આ પણ વાંચો: મુંબઈ લોકલમાં છેડતીનો વિરોધ કરવા બદલ યુવતીને ટ્રેનમાંથી ધક્કો, 16 ટાંકા અને હાથ કપાયો