Rajkot News: રાજકોટ(Rajkot)ના રહેવાસીનું મહાકુંભમેળા (MAHAKUBHMELA)માંથી પરત ફરતી વખતે હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. પરિવારમાં શોક ફેલાયો છે.
રાજકોટના રહેવાસી મૃતક પ્રવિણ સિંહ પઢિયાર તેમના સાળા સિદ્ધરાજ સિંહ ડાભી સાથે મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ ગયા હતા. પ્રવિણ સિંહની પત્ની અને સિદ્ધરાજ સિંહની પત્ની પણ તેમની સાથે હતી. કુંભ સ્નાન કર્યા પછી, આ ચારેય લોકો રાજકોટ પાછા ફર્યા. આ દરમિયાન, તેઓ ગઈકાલે રાત્રે નાથદ્વારાના લેઉવા પટેલ ભવનમાં રોકાયા હતા. ત્યાં પ્રવીણ સિંહને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો.
તેથી પ્રવીણ સિંહને તાત્કાલિક નાથદ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. જેની જાણ પરિવારને કરવામાં આવી અને પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. પ્રવીણ સિંહના બાળકોમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. તે કોઠારિયા રોડ પર કેસ-ડાયલ ફેક્ટરી ચલાવતો હતો. આજે તેમનો મૃતદેહ રાજકોટ લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર
આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી સપ્તાહ તાપમાન ઘટશે
આ પણ વાંચો: આગામી સપ્તાહ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં
