Rajkot News/ રાજકોટ એસઓજીએ 51 કિલોથી વધુનો ગાંજો ઝડપ્યો

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ બાતમીના આધારે 2 શખ્સને ગાંજા સાથે ઝડપ્યા હતા. જેમાં પોલીસે 51.860 કિલોનાં મુદ્દામાલ સાથે

Top Stories Rajkot Gujarat
Image 2024 09 16T093949.837 રાજકોટ એસઓજીએ 51 કિલોથી વધુનો ગાંજો ઝડપ્યો

Rajkot News: રાજકોટમાં (Rajkot) જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ (Rajkot SOG) 51 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ બાતમીના આધારે 2 શખ્સને ગાંજા સાથે ઝડપ્યા હતા. જેમાં પોલીસે 51.860 કિલોનાં મુદ્દામાલ સાથે 2ને ઝડપી પાડ્યા હતા. તેમજ 5 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રફીક જુણેજા અને અસ્લમ સૈયદ નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 5 લાખ 29 હજાર 700નાં મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતના સાયણમાંથી ગાંજો ઝડપાયો છે. એવરવિલામાં આવેલ દુકાનમાંથી સુરત એસઓજીને રેડ પાડતા ગાંજો મળી આવ્યો છે. એસઓજીએ 89 કિલોના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત SOGએ બાતમીના આધારે ઘટનાસ્થળે અજાણ્યા શખ્સોને રંગે હાથે ઝડપવા વોચ રાખી હતી. અંતે એસઓજી સફળ રહી હતી. રૂપિયા 8.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ SOGએ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગુજરાતમાં અનેક વખત ડ્રગ્સ પકડાના કિસ્સાઓ અખબારમાં આવ્યા છે. છતાં પણ છેલ્લા બે વર્ષમાં કુલ 1120.45 કિલો જેટલું ડ્રગ અને કફ સીરપની 6,916 બોટલો જપ્ત કરાઈ. જેની કુલ કિમંત અંદાજે 3,791.19 કરોડ માનવામાં આવે છે. ડ્રગ્સના જથ્થા સાથે 138 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી. આ વર્ષમાં એપ્રિલ સુધીમાં જ 60.74 કરોડની કિંમતનું 225.84 કિલો ડ્રગ્સ પકડાયું હતુ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના સાયણમાંથી 8 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપવામાં SOG સફળ

આ પણ વાંચો:ઓડિશાથી અમદાવાદમાં ગાંજાની ડિલીવરી કરવા આવેલા 3 શખ્સો ઝડપાયા, 200 કિલોથી વધુ ગાંજો કબજે

આ પણ વાંચો:ગાંજો મોકલવાના કેસમાં રશિયન નાગરિકના જામીન થયા નામંજૂર