સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી રાતોરાત ફેમસ થઈ ગયેલ રાનુ મંડલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેને એક નવો પ્રોજેક્ટ મળ્યો છે. તે રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી દીપિકા ચિખલીયાની ફિલ્મમાં સોંગ ગાવાની. દીપિકાએ ખુદ સોશિયલ મીડિયા પર તેના વિશે માહિતી આપી છે.
આપને જણાવી દઈએ કે, દીપિકા ચિખલીયા ફિલ્મ સરોજિનીમાં કામ કરશે. જે બાયોપિક છે. તેમાં તે સરોજિની નાયડુની ભૂમિકા નિભાવશે. આ મૂવીમાં રાનુ મંડલ ગીત ગાવાની છે.
આ પણ વાંચો: રિલીઝ થતાની સાથે જ અક્ષય અને કિયારાની ફિલ્મ ‘લક્ષ્મી’એ તોડ્યો આ રેકોર્ડ
My movie ….Sarojini …written by Dhiraj Mishra songs to be sung by ranu Mandal @DhirajM61408582 pic.twitter.com/a6TpbrfT7G
— Dipika Chikhlia Topiwala (@ChikhliaDipika) November 10, 2020
વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી દીપિકાએ કેપ્શનમાં લખ્યું હતું કે, “મારી ફિલ્મ.. સરોજિની… ધીરજ મિશ્રાના દ્વારા લેવામાં આવેલ ગીતો રાણુ મંડળ ગાઇ રહી છે.” તે જ સમયે, રાનુ મંડલ પણ આ જ વાત વીડિયોમાં કહી રહી છે. તેણે અંતમાં કહ્યું, “હું આશા છે કે એ જ પ્રેમ અને આદર મળશે જે તમે લોકો મને આપતા આવ્યા છો.”
આ પણ વાંચો : માતા બન્યા બાદ સપના ચૌધરીનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર, જુઓ
દીપિકા ફરી એકવાર મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ પહેલીવાર છે જ્યારે સરોજિની નાયડુના જીવન પરની ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. તે ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક મહત્વપૂર્ણ નાયિકા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, રાનુ મંડલ રેલ્વે સ્ટેશન પર ગાતો ગાતી હતી. તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે લતા મંગેશકરનું ગીત ‘પ્યાર કા નગ્મા’ ગાઇ રહી હતી. તેના અવાજ બધા જ લોકો દીવાના થઇ ગયા. આ પછી હિમેશ રેશમિયાએ તેને તેમની ફિલ્મમાં ગીત ગાવાનો મોકો આપ્યો.
