Rajkot News/ રાજકોટમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે બળાત્કાર અને છેતરપિંડી

રાજકોટમાં તાંત્રિક વિધિના નામે મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારના ગુનામાં આરોપી ભૂષણપ્રસાદ સૈનીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસ કરવામાં આવતા આ તાંત્રિક પણ ઢોંગી તાંત્રિક નીકળ્યો હતો.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 2024 06 10T165456.973 રાજકોટમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે બળાત્કાર અને છેતરપિંડી

Rajkot News: રાજકોટમાં તાંત્રિક વિધિના નામે મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારના ગુનામાં આરોપી ભૂષણપ્રસાદ સૈનીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસ કરવામાં આવતા આ તાંત્રિક પણ ઢોંગી તાંત્રિક નીકળ્યો હતો.

નણંદ અને ભોજાઈ બંને અંધશ્રદ્ધાનો ભોગ બની હતી. આરોપી તાંત્રિકે બંને મહિલાઓને મકાનમાંથી સોનુ કાઢી દેવાના નામે દુષ્કર્મ આચર્યુ હતુ. છ વખત રૂમમાં લઈ જઈ વિધિ કરવાની છે તેમ કહી મહિલાના કપડા ઉતરાવી તેની છેડતી કરી હતી.

નણંદભોજાઈને તાંત્રિક વિધિ દ્વારા 15 કરોડ રૂપિયા અપાવી દેવાની લાલચ આપી એક લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. રાત્રે દુષ્કર્મ કરી જણાવ્યું હતું કે ઘરમાં જ્યાં ખાડો ખોદાવ્યો ત્યાંથી સોનું ભરેલો હાંડો નીકળશે.

બીજા દિવસે હાંડો ન નીકળતા ઢોંગી ગુરુને ફોન કર્યા અને ફોન સ્વિચ ઓફ આવ્યા પછી પોતે છેતરાયા હોવાનું મહિલાઓને ખબર પડી હતી. સમગ્ર કેસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપી રાજસ્થાનના ઢોંગી ગુરુ ભૂષણપ્રસાદ સૈનીની ધરપકડ કરી હતી. તેની તપાસ કરતાં તે ઢોંગી હોવાનું અને કાપડનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: અરવલ્લીમાં 10 લાખના દારૂ સાથે 32.62 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં બાળકોની સુરક્ષા સવાલોના ઘેરામાં, ફાયર સેફટીની સુવિધાનો નામ પૂરતી

આ પણ વાંચો: ગુજરાતમાં હિટ એન્ડ રનથી 2નાં મોત