પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર થયા બાદ હવે અન્ય ચીજ-વસ્તુઓનાં ભાવ વધારાથી સામાન્ય નાગરિક પર બોજો વધી ગયો છે. સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. CNG અને જે પાઈપ દ્વારા ઘરો સુધી પહોંચે છે PNG નાં ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 2 અને PNGની કિંમતમાં રૂ. 1.50 પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં CNGની કિંમત વધીને 63.50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. વળી, મુંબઈમાં જ PNGની કિંમત વધીને 38 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે.
આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો
આપને જણાવી દઈએ કે, મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં છેલ્લા 11 મહિનામાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 16 રૂપિયાનો વધારો થયો છે. મુંબઈ ઉપરાંત ઉન્નાવ, લખનઉ અને આગ્રામાં પણ CNG અને PNGનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેસની ખરીદ કિંમતમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 4 ડિસેમ્બરે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં CNGની કિંમતમાં વધારો કર્યો હતો. કિંમતોમાં વધારા બાદ દિલ્હીમાં CNGની કિંમત 53.04 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. CNG નાં ભાવમાં ફેરફારની સીધી અસર 3 લાખ પર્સનલ કાર યુઝર્સ પર પડી છે. આ સિવાય ઓટો, ટેક્સી અને બસ જેવા સાર્વજનિક પરિવહનમાં મુસાફરી કરતા લોકો આ વધારાથી પ્રભાવિત થયા છે. તેમજ છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત CNG નાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ટેક્સી અને ઓટોરીક્ષા યુનિયન આ વખતે ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. આ વર્ષે CNG નાં ભાવમાં પ્રતિ કિલો રૂ. 16નાં વધારા બાદ ટેક્સીનું લઘુત્તમ ભાડું રૂ.5 અને ઓટોરીક્ષાનું રૂ.2 વધાર્યું છે.
