Not Set/ રેસીપી/ આજે જ તમારા ઘરે ટ્રાય કરો કઢાઈ મશરૂમ

સામગ્રી 250 ગ્રામ મશરૂમ 2 ડુંગળી 1 શિમલા મિર્ચ 2-3 ટામેટા 1/2 ઈંચ આદુ 4-5 લસણ 3-4 લીલા મરચા 1 ચમચી લાલ મચરનો પાઉડર 1/2 ચમચી હળદર પાવડર 1 ચમચી ધાણા પાઉડર 1 ચમચી ગરમ મસાલો મીંઠુ (સ્વાદનુસાર) 1 કપ પાણી 4 ચમચી ઘી બનાવવાની રીત પહેલા તો મશરૂમને સારી રીતે ધોઈ લો ત્યારબાદ તેને […]

Uncategorized
aaaamaya 11 રેસીપી/ આજે જ તમારા ઘરે ટ્રાય કરો કઢાઈ મશરૂમ

સામગ્રી

250 ગ્રામ મશરૂમ

2 ડુંગળી

1 શિમલા મિર્ચ

2-3 ટામેટા

1/2 ઈંચ આદુ

4-5 લસણ

3-4 લીલા મરચા

1 ચમચી લાલ મચરનો પાઉડર

1/2 ચમચી હળદર પાવડર

1 ચમચી ધાણા પાઉડર

1 ચમચી ગરમ મસાલો

મીંઠુ (સ્વાદનુસાર)

1 કપ પાણી

4 ચમચી ઘી

બનાવવાની રીત

પહેલા તો મશરૂમને સારી રીતે ધોઈ લો ત્યારબાદ તેને સ્લાઈસમાં કાપી લો. એ પછી મિક્સરમાં આદુ, લસણ અને લીલા મરચાને પીસી લો અને તેમાં થોડું પાણી પણ મેળવી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરો,

ત્યાર પછી તેમાં ડુંગળી નાંખો અને લાલ થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર પછી આદુ-લસણની પેસ્ટને નાંખો અને ધીમી આંચ પર ફ્રાય કરો.

એ પછી તેમાં કાપેલા ટામેટાં, શિમલા મિર્ચ અને મીંઠુ નાખો અને બે મિનિટ સુધી હલાવો. ત્યાર બાદ, હળદર અને લાલ મરચાનો પાવડર નાખો.

હવે પેન માં કાપેલા મશરૂમ નાખીને એક કપ પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરી લો અને હલાવો. જ્યારે ગ્રેવી જાડી થઇ જાય ત્યારે પેનને આંચ પરથી ઉતારી લો અને તેમાં કાપેલા લીલા ધાણા નાંખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.