સામગ્રી
1 કપ – ચણાનો લોટ
1 કપ – ઘઉંનો લોટ
2 થી 3 મોટી ચમચી – તેલ
4 સૂકા – લાલ મરચા
1 ચમચી – હળદર
1 ચમચી – ખાંડ
1 નાની ચમચી વરિયાળી
1 ચપટી – જીરુ
મીઠું – (સ્વાદાનુસાર)
તળવા માટે – તેલ
ખસખસ, આખા ધાણા
સૂકા નારિયેળનું છીણ
ગરમ મસાલો
આમચૂર પાવડર
બનાવવાની રીત
પહેલાં તો ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરી લો પછી તેમાં મીઠુ અને તેલ નાંખી સહેજ કડક લોટ બાંધો પછી બાંધેલા લોટ પર એક ભીનુ કપડુ રાખી અને તેને ઢાંકી દો.
હવે ભાખરવડીની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લો. મસાલો તૈયાર કરવા માટે મિડીયમ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો અને આ પેન ગરમ થાય એટલે તમારે તેમાં એક વરિયાળી,જીરુ,લાલ સૂકા મરચા અને આખા ધાણા નાંખીને તેને તમે શેકી લો અને તેને પ્લેટમા કાઢીને અને તેને ઠંડા થવા દો.
હવે મસાલો ઠંડો પડે ત્યાં સુધી પેનમાં તલ અને ખસખસ અને નારિયેળનુ છીણ નાંખીને શેકી લો. એક પ્લેટમા આ મિશ્રણ કાઢીને ગેસ બંધ કરી દો.
આ બંને જેવા ઠંડા પડે એટલે તેને ભેગા કરી અને તેમાં ખાંડ,મીઠુ,આમચૂર પાવડર,હળદર,ગરમ મસાલો નાંખીને તેને મિક્સરમા કરકરો પીસી લો.
ભાખરવડી બનાવવાનો મસાલો તૈયાર છે હવે આ સામગ્રી અને લોટને તમે ત્રણ સરખા ભાગમાં વહેંચી લો.
આ લોટના પહેલા ભાગમાંથી થોડી મોટી એક રોટલી વણી લો અને તેના પર આ થોડુ પાણી લગાવો. અને આ રોટલી પર આ તૈયાર કરેલો મસાલો સરખા ભાગમા ફેલાવી દો.
આ મસાલો ફેલાવ્યા પછી આ રોટલીનો થોડો પતલો એક રોલ તૈયાર કરો. અને આ રોલ બની જાય પછી તમારે તેની બંને બાજુ થોડુ પાણી લગાવી અને આ રોલને સારી રીતે ચોંટાડી દો.
આ ખાસ ધ્યાન રાખો કે રોલ ટાઈટ જ બને. માટે આ રીતે રોલ તૈયાર થઈ જાય તેને ચપ્પુથી સરખા નાના નાના ભાગમા તેને કરી લો. પછી તેલમાં તે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ભાખરવડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
