Not Set/ વ્રતમાં ઘરે બનાવો સૂરણની ખીચડી

સામગ્રી 1 કિલો સૂરણ 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો 250 ગ્રામ શિંગદાણા 1 ટેબલસ્પૂન તલ 5 લીલાં મરચાં, કટકો અાદું 1 ટેબલસ્પૂન ઘી 1 લીંબુ 100 ગ્રામ લીલા ધાણા મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ બનવાની રીત સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, […]

Uncategorized

સામગ્રી

1 કિલો સૂરણ

1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો

250 ગ્રામ શિંગદાણા

1 ટેબલસ્પૂન તલ

5 લીલાં મરચાં, કટકો અાદું

1 ટેબલસ્પૂન ઘી

1 લીંબુ

100 ગ્રામ લીલા ધાણા

મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ

બનવાની રીત

સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, છીણને નિચોવી, મીઠું અથવા સિંધવ ચોળી અંદર નાંખવું.

શિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો ભૂકો કરી નાંખવો. ખૂજ ધીમા તાપ ઉપર રાખી, ઉપર નાની થાળી ઢાંકી, તેમાં પાણી મૂકવું. જેથી વરાળથી બરાબર બફાય. સૂરણ નવું હોય તો થોડું પાણી છાંટવું.

બરાબર બફાય એટલે મરચું, તલ, વાટેલાં આદું-મરચાં, તજ-લવિંગનો ભૂકો, ખાંડ અને એક ચમચો ઘી નાંખવા. બરાબર મિક્સ થઈ લોચા જેવું થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.