Not Set/ આજે જ ઘરે બનાવો ફરાળી ફ્રુટ ચાટ

સામગ્રી 300 ગ્રામ શક્કરિયાં 100 ગ્રામ બટાકા 3 લીલાં મરચાં, કટકો અાદું 1/2 ઝૂડી લીલા ધાણા 1 લીંબુ 50 ગ્રામ ક્રીમ 50 ગ્રામ લીલી દ્રાક્ષ 3 ચીકું 2 કેળાં, 1 સફરજન 1 લાલ દાડમ ટામેટાં, 1 કેપ્સીકમ 1 ટેબલસ્પૂન આમચૂર 1, 1/2 ટેબલસ્પૂન ફરાળી મસાલો 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ મીઠું અથવા સિંધવ, તેલ, ચેરી, પપૈયાના […]

Uncategorized

સામગ્રી

300 ગ્રામ શક્કરિયાં

100 ગ્રામ બટાકા

3 લીલાં મરચાં, કટકો અાદું

1/2 ઝૂડી લીલા ધાણા

1 લીંબુ

50 ગ્રામ ક્રીમ

50 ગ્રામ લીલી દ્રાક્ષ

3 ચીકું

2 કેળાં,

1 સફરજન

1 લાલ દાડમ

ટામેટાં,

1 કેપ્સીકમ

1 ટેબલસ્પૂન આમચૂર

1, 1/2 ટેબલસ્પૂન ફરાળી મસાલો

1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ

મીઠું અથવા સિંધવ, તેલ, ચેરી, પપૈયાના કટકા

ફરાળી મસાલો

લવિંગ,  મરી, તજ, જીરું, ધાણા આ બધું સાધારણ શેકી, ખાંડી તેમાં સિંધવ અને આમચૂર નાંખી, ફરાળી મસાલો બનાવવો.

બનવાની રીત

પહેલાં શક્કરિયાં અને બટાકાને બાફીને  છોલી, માવો બનાવવો. તેમાં સિંધવ મીઠું, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને આમચૂર નાંખી, મસળી કટલેસ બનાવી, તવા ઉપર તેલ મૂકી તળી લેવી.

એક ડિશમાં કટલેસના ચાર કટકા કરી મૂકવા. તેના ઉપર ક્રીમ પાથરવું. તેના ઉપર ચીકુને છોલી તેની ચીરી, કેળાના બારીક કટકા, લીલી દ્રાક્ષ, સફરજનને છોલી, પાતળી ચીરી, બધું વારાફરતી મૂકવું.

તેના ઉપર ફરાળી મસાલો ભભરાવવો. વચ્ચે દાડમના લાલ દાણા, કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા.

સજાવટ માટે

કટલેસની અાજુબાજુ ટામેટાંની રિંગ, કેપ્સીકમની રિંગ ગોઠવવી. દાડમના લાલ દાણા અને ચેરી મૂકવી. વચ્ચે સફરજનનું છીણ ગોઠવી તેના ઉપર ટામેટાને સજાવીને મૂકવું. ટુથપિકમાં મોટી લીલી દ્રાક્ષ ઉપર ચેરી મૂકી, વચ્ચે ખોસવી, આજુબાજુ પપૈયાના કટકા, કેળાના કટકા, ચેરી બધુ ટૂથપિકમાં લગાડી ટામેટામાં ખોસી ટામેટું ફ્રટથી સચાવી મૂકવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.