Not Set/ રાજકોટ : 5 વર્ષના બાળકનું ભેદી મોત,ઘોડાએ લાત મારતા મોત થયું હોવાની ચર્ચા

રાજકોટ, રાજકોટના ભગવતીપરામાં પાંચ વર્ષના બાળકનું ભેદી મોત થયું છે. શેરીમાં રમી રહેલા બાળકને માથા અને પેટમાં ઇજા થઇ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘોડાએ લાત મારી બાળકને ઉલાળી દીધો હતો. બીજીતરફ એક કાળા રંગની કારનો ચાલક બાળકને ઠોકરે લઇને નાસી ગયો હોવાથી ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી ભગવતીપરાના જયપ્રકાશનગર-3માં […]

Gujarat Rajkot

રાજકોટ,

રાજકોટના ભગવતીપરામાં પાંચ વર્ષના બાળકનું ભેદી મોત થયું છે. શેરીમાં રમી રહેલા બાળકને માથા અને પેટમાં ઇજા થઇ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘોડાએ લાત મારી બાળકને ઉલાળી દીધો હતો. બીજીતરફ એક કાળા રંગની કારનો ચાલક બાળકને ઠોકરે લઇને નાસી ગયો હોવાથી ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

ભગવતીપરાના જયપ્રકાશનગર-3માં રહેતાં અને મુળ યુપીનાં રણજીત દુર્વિજય સિંગ કઠેરીયા અને સાધનાબેનનો પાંચ વર્ષનો પુત્ર રાજન તેના બાલમંદિરમાં બકરી ઇદની રજા હોવાથી તે ઘરે હતો. સવારે તે શેરીમાં રમવા ગ્યો હતો. ત્યાં તેને ગંભીર ઇજા થયાની જાણ થતાં માતા બહાર દોડી ગયા હતા.

જ્યાં માતાએ પુત્ર રાજન લોહીલુહાણ હાલતમાં જોઈને દંગ રહી ગયા અને ત્યાર બાદ તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાંના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. હાલ સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

આ બાળકને થયેલી ગંભીર ઇજા અંગે અલગ-અલગ વાત સામે આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. જેથી આસપાસના સીસીટીવી મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.