અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં પરિણીતાએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે મૃતકના પતિએ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પરિણીતાનો ફોનની તપાસ કરતા જાણ થઈ હતી કે પાડોશી પ્રેમસંબંધ રાખવા દબાણ કરી આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો. આથી પરિણીતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે પાડોશી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
કૃષ્ણનગરમાં રહેતી પરિણીતાને પાડોશી પ્રેમસંબંધ રાખવા દબાણ કરી આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હોવાથી પરિણીતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકના પતિએ પાડોશી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.નરોડામાં રહેતા દેવાંગ પ્રજાપતિની ફરિયાદ અનુસાર તેના લગ્ન સપના સાથે 2009માં થયા હતા, તેમને સંતાનમાં એક દીકરો છે.
ગત 19 જાન્યુઆરીએ દેવાંગભાઈ નોકરી પર હતા ત્યારે તેમના નાના ભાઈએ ફોન કરીને કહ્યું કે, તું જલ્દી ચિલોડા લીંબડિયા નર્મદા કેનાલ પર આવી જા સપનાભાભી કેનાલમાં પડ્યાં છે. શોધખોળ કરવા છતાં સાંજ સુધી તેઓ મળ્યા ન હતા. જ્યારે સાંજે તેના નાનાભાઈ મિતુલે સપનાનો ફોન ચેક કરતાં તેમાં પાડોશી રાહુલ ગજેન્દ્રભાઈ પટેલ સાથેની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેમાં રાહુલ વાત કરીને કહેતો હતો કે તું મને લીંબડિયા કેનાલ મળવા આવ નહીં તો હું મરી જઈશ.
પ્રેમસંબંધ માટે વારંવાર દબાણ ઉપરાંત અન્ય રેકોર્ડિંગ પણ હતા જેમાં સપના અને રાહુલ વચ્ચે આડા સંબંધો હોવાનું જણાયું હતું. જ્યારે 21મીએ બપોરે કડી પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે કેનાલમાંથી એક સ્ત્રીની લાશ મળી છે. આ સમાચાર મળતા દેવાગં તથા તેના સંબંધીએ કડી પહોંચતાં લાશ સપનાની હોવાની પુષ્ટિ થઈ હતી. આ ઘટના બાદ દેવાંગ પ્રજાપતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સપનાને પાડોશી રાહુલ પટેલ પ્રેમસંબંધ માટે વારંવાર દબાણ કરતો હોઈ મરી જવા માટે દુષ્પ્રેરણા કરતો હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પટેલ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં મેદાનમાં રમતા બાળકને શ્વાને ભર્યા બચકા, જાણો કેવી છે માસૂમની હાલત
આ પણ વાંચો:પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છોડ્યા પ્રાણ, બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા
આ પણ વાંચો:સુરતમાં મામાની કાર નીચે કચડાઈ ભાણી, જુઓ CCTV
આ પણ વાંચો:જામનગરમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો, આરોગ્ય તંત્રમાં મચી દોડધામ
